આયુ જીવન આયુર્વેદ દ્વારા છેલ્લા 8 વર્ષથી દર મહિને પુષ્ય નક્ષત્ર પર યોજાતા આ કેમ્પમાં અત્યાર સુધીમાં 1.25 લાખથી વધુ બાળકોએ લાભ લીધોમોરબી : આયુ જીવન આયુર્વેદ દ્વારા બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આવતીકાલે 24 એપ્રિલ ને શુક્રવારના રોજ પુષ્ય નક્ષત્ર નિમિત્તે 93મો વિનામૂલ્યે આયુર્વેદિક રસીકરણ (સુવર્ણપ્રાશન) ટીપાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.છેલ્લા 8 વર્ષથી દર મહિને યોજાતા આ કેમ્પમાં અત્યાર સુધીમાં 1.25 લાખથી વધુ બાળકોને ટીપાં પીવડાવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. સમગ્ર ગુજરાતમાં એક જ સ્થળે સૌથી વધુ બાળકોને ફ્રીમાં ટીપાં પીવડાવવાનો રેકોર્ડ આ કેમ્પના નામે હોવાનો દાવો કરાયો છે. આ વિશાળ જગ્યામાં યોજાતા દરેક કેમ્પમાં 1200 થી વધુ બાળકો લાભ લે છે. આ કેમ્પમાં જન્મથી 12 વર્ષ સુધીના તમામ બાળકોની સાથે-સાથે ગર્ભવતી મહિલાઓને પણ વિનામૂલ્યે આ અમૂલ્ય ટીપાં પીવડાવવામાં આવે છે. કેમ્પ સ્થળ પર અન્ય આયુર્વેદિક પ્રોડક્ટ્સ પણ ઉપલબ્ધ રહેશે.સુવર્ણપ્રાશન ટીપાંના ફાયદાબાળકોને આ આયુર્વેદિક ટીપાં આપવાથી તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.તે બાળકોના પાચનતંત્ર અને યાદશક્તિમાં સુધારો કરે છે.બાળકનો ગુસ્સો અને ચીડિયાપણું ઓછું થાય છે.ઋતુ બદલાતા આવતા તાવ, શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે.બાળકના શારીરિક અને માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે અને બાળકનો વાન ઉજળો કરવામાં મદદ કરે છે.બાળકને તેજસ્વી અને ચપળ બનાવવાની સાથે નાનપણથી જ એન્ટિબાયોટિક દવાઓથી દૂર રાખે છે.આયુર્વેદિક હોવાથી આ ટીપાંની કોઈ આડઅસર થતી નથી.કેમ્પની માહિતીતારીખ: 24-04-2026, શુક્રવારસમય: સવારે 10:00 થી 1:00 વાગ્યા સુધી અને સાંજે 4:30 થી 6:30 વાગ્યા સુધીસ્થળ: સોરઠીયા લુહાર જ્ઞાતિની વાડી, સ્વામિનારાયણ મંદિર ગેટ વાળી શેરી, પુજારા મોબાઈલ વાળી શેરી, શનાળા રોડ, મોરબી.જે લોકો પહેલી વખત આ કેમ્પમાં આવે છે, તેઓ સ્થળ પર જ સ્વયંસેવકોને જાણ કરીને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકે છે, જેથી તેમને દર મહિનાની તારીખ અને સ્થળની માહિતી નિયમિત મળતી રહે. વધુ વિગત માટે રાજ પરમાર (આયુ જીવન આયુર્વેદ) નો પર સંપર્ક કરવા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #HealthCamp #Suvarnaprashan #Ayurveda #KidsHealth #ImmunityBooster #FreeCamp #AayuJivanAyurved