વાવડી રોડ પર યોજાનાર આ સભામાં મંત્રી, સાંસદો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહેશે, વોર્ડ નંબર 1 ના ઉમેદવારોએ લોકોને બહોળી સંખ્યામાં ઉમટી પડવા આહવાન કર્યુંમોરબી : મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર અર્થે વોર્ડ નંબર 1 ના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભા આજે 23 એપ્રિલ 2026 ના રોજ સાંજે 08:00 કલાકે બાપા સીતારામ મઢુલી પાસે, ગાયત્રી નગર ના ખૂણે, વાવડી રોડ, મોરબી ખાતે યોજાશે. આ સભામાં ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહી લોકોને સંબોધિત કરશે. આ જાહેર સભામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા મોરબીના વિકાસ કાર્યોને આગળ વધારવા માટે વોર્ડ નંબર 1 ના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે મતદારોને અપીલ કરવામાં આવશે.આ જાહેર સભામાં ગુજરાત સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, પ્રદેશ ભાજપ સહ-કોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ગુજરાત પ્રદેશ પૂર્વ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રભારી ગજેન્દ્રભાઈ સકસેના, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, તેમજ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રીઓ નિર્મલભાઈ જારીયા, તપનભાઈ દવે અને ચતુરભાઈ મકવાણા વિશેષ ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત આ સભામાં સહકારી આગેવાન મગનભાઈ વડાવિયા, મોરબી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ વિનુભાઈ રૂપાલા, મોરબી શહેર ભાજપ પૂર્વ પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, સિરામિક એસોસિએશન પ્રમુખ મનોજભાઈ એરવાડીયા અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા પણ ખાસ હાજરી આપશે અને ઉપસ્થિત જનમેદનીને માર્ગદર્શન પૂરૂં પાડશે.વોર્ડ નંબર 1 ના ભાજપના ઉમેદવારો:● જયદીપભાઈ મેહતા (ક્રમાંક નંબર 01)● જયંતીલાલ પડસુંબીયા (ક્રમાંક નંબર 03)● રમાબેન રૂપાલા (ક્રમાંક નંબર 09)● વીણાબેન કંઝારીયા (ક્રમાંક નંબર 12)#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalikaElection #WardNo1 #BJP #MorbiBJP #PublicMeeting #MorbiNews #GujaratElections