કોલેજ પ્રશાસન દ્વારા પાણીના પ્રશ્નનું નિવારણ ન થતા સ્ટુડન્ટ ફોર સેવા (SFS) અંતર્ગત વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરાઈમોરબી : મોરબીની એલ.ઈ. કોલેજ અને હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પડતી પીવાના પાણીની મુશ્કેલીને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) મોરબી દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કાળઝાળ ગરમીમાં કોલેજ પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓની સમસ્યા હલ ન થતા કાર્યકર્તાઓએ કોલેજ કેમ્પસ અને હોસ્ટેલમાં પાણીના માટલા મૂક્યા છે.ગત તારીખ 01/04/2025 ના રોજ એલ.ઈ. કોલેજમાં પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાથી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી અંગે ABVP દ્વારા આચાર્યને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જોકે, કોલેજ પ્રશાસને આ બાબતને ગંભીરતાથી લીધી ન હતી અને પીવાના પાણીનો કોઈ સ્ત્રોત ઉભો કર્યો ન હતો.કોલેજ પ્રશાસન દ્વારા કોઈ પગલાં ન લેવાતા તારીખ 07/04/2026 ના રોજ ABVP ના કાર્યકર્તાઓ અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ સાથે મળીને ફરી એકવાર આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. છતાં પણ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી જેવા સામાન્ય અને પાયાના પ્રશ્નનું નિવારણ ન આવતા સંગઠને વિદ્યાર્થીઓને પડતી હાલાકી દૂર કરવા માટે 'સ્ટુડન્ટ ફોર સેવા' (SFS) અંતર્ગત કોલેજ કેમ્પસ તેમજ હોસ્ટેલમાં પીવાના પાણીના માટલા મુકવામાં આવ્યા છે. આ સરાહનીય કામગીરીથી વિદ્યાર્થીઓએ ભારે હાશકારો અનુભવ્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ખાતરી આપી છે કે સંગઠન ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓના હિત માટે આવા સેવાકીય કાર્યો કરતું રહેશે.#Morbi #MorbiUpdate #MorbiNews #ABVPMorbi #LECollege #StudentForSeva #SFS #GujaratNews #ABVP