સેન્સ પ્રકિયામાં કોઈ ઉમેદવારી ન થતા અંતે ભાજપે કોઈ જાહેરાત વગર ચુપચાપ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા: 24 બેઠકો માટે 75 ઉમેદવારો મેદાનમાંમોરબી : કેન્દ્ર અને રાજ્યમાં સતા સ્થાને બેઠેલા ભારતીય જનતા પક્ષમાંથી ચૂંટણી લડવા અનેક ઉમેદવારો મેદાને આવતા હોય છે ત્યારે મોરબી જિલ્લાની માળીયા મિયાણા નગરપાલિકા એવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે કે, અહીં ચૂંટણી લડવા ભાજપમાંથી કોઈએ સેન્સ પ્રક્રિયા માટે દાવેદારી ન કરતા મુસ્લિમ બહુમતી ધરાવતી માળીયા મિયાણા નગરપાલિકામાંની ચૂંટણીમાં ભાજપે કોઈ પણ જાહેરાત વગર ચુપચાપ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસનું એકચક્રી શાસન ધરાવાતા આ શહેરમાં નગરપાલિકાની 24 બેઠકો પર ત્રણ રાજકીય પક્ષો વચ્ચે પ્રથમ વખત જબરો ચૂંટણી જંગ જોવા મળશે. હાલ માળિયા મિયાણા નગરપાલિકાની 24 બેઠકો માટે 75 ઉમેદવારો મેદાનમાં છે.માળીયા મિયાણા નગર પાલિકાનો ઇતિહાસ જોઈએ તો માળિયા મિયાણા શહેરને વર્ષ 2005મા નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ વર્ષ 2006માં સમરસ બોડી બની હતી. જે બાદ સતત 20 વર્ષથી કોંગ્રેસનું એકચક્રી શાસન અહીં ચાલે છે.વર્ષ 2026ની સામાન્ય ચૂંટણીમાં અહીં 24 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આપ અને 4 અપક્ષ સહિત 75 ઉમેદવારો ચૂંટણી જંગમાં મેદાને આવ્યા હોય ત્રિપાંખીયો ચૂંટણી જંગ જામશે. મહત્વનું છે કે, SIR બાદ અહીં 1200 જેટલા મતદારો કપાયા છે ત્યારે ચૂંટણીમાં સતા મેળવવા ત્રણેય પાર્ટીઓએ મહેનત શરૂ કરી છે.મોરબી જિલ્લામાં પછાત ગણાતા માળીયા મિયાણા શહેરમાં સાત કિલોમીટર વિસ્તારમાં નગરપાલિકા પથરાયેલ છે અહીં 90 ટકા મતદાર મુસ્લિમ સમાજના છે જ્યારે બાકી 10 ટકામાં અન્ય જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. કુલ છ વોર્ડ ધરાવતી માળીયા મિયાણા શહેરમાં અંદાજે 30 હજારની વસતી છે. SIR પહેલા અહીં 11 હજાર જેટલા મતદાર હતા.જેમાં SIR બાદ નગરપાલિકામાં 4939 પુરુષો અને 4330 સ્ત્રી મતદાર મળી 9269 મતદાર નોંધાયેલ છે. SIR પ્રક્રિયામાં નગરપાલિકા વિસ્તારમાં 1200 જેટલા મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે.સેન્સ સમયે ભાજપમાંથી એકપણ દાવેદાર સામે ન આવ્યાસામાન્ય રીતે ગ્રામ પંચાયતથી લઈ સાંસદ સુધીની ચૂંટણીમાં ભાજપમાં સેન્સ પ્રક્રિયા યોજી ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે પરંતુ મોરબી જિલ્લાની માળીયા મિયાણા નગરપાલિકા માટેની સેન્સ પ્રક્રિયામાં એક પણ દાવેદાર સામે ન આવતા આ વખતે ભાજપ દ્વારા ગુપચુપ રીતે અહીં તમામ બેઠકો પર પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.સતત ચોથી વખત પાલિકામાં સતા મેળવવાનો કોંગ્રેસનો દાવોમાળીયા મિયાણા નગરપાલિકા વર્ષ 2006મા અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમ વખત 21 સભ્યો હતા જેમાં 11 સભ્ય કોંગ્રેસના અને 10 સભ્ય ભાજપના હતા અને સમરસ સતા હતી.જો કે, વર્ષ 2011મા કોંગ્રેસને 18 અને ભાજપને 3 બેઠક મળી હતી.જ્યારે 2016માં બેઠકની સંખ્યા 24 થતા 14 બેઠક કોંગ્રેસને અને 10 ભાજપને મળી હતી. જ્યારે વર્ષ 2021માં તમામ 24 બેઠક કોંગ્રેસને મળી હતી.આગામી ચૂંટણીમાં કોંગ્રેસના નેતા ઇકબાલભાઇએ જણાવ્યું હતું કે, ત્રિપાખીયો ચૂંટણી જંગ હોવા છતાં સતત ચોથી વખત કોંગ્રેસ સતા મેળવશે.માળીયા નગરપાલિકા વિસ્તારમાં નોંધાયેલ મતદાર:● વોર્ડ -1 : 1494 પુરૂષ મતદાર, 1287 સ્ત્રી મતદાર : 2781 કુલ મતદાર● વોર્ડ -2 : 576 પુરૂષ મતદાર, 490 સ્ત્રી મતદાર : 1066 કુલ મતદાર● વોર્ડ -3 : 675 પુરૂષ મતદાર, 566 સ્ત્રી મતદાર : 1241 કુલ મતદાર● વોર્ડ -4 : 597 પુરૂષ મતદાર, 554 સ્ત્રી મતદાર : 1151 કુલ મતદાર● વોર્ડ -5 : 390 પુરૂષ મતદાર, 351 સ્ત્રી મતદાર : 741 કુલ મતદાર● વોર્ડ -6 : 1207 પુરૂષ મતદાર, 1082 સ્ત્રી મતદાર : 2289 કુલ મતદાર● કુલ : 4939 પુરૂષ મતદાર, 4330 સ્ત્રી મતદાર : 9269 કુલ મતદાર