બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધતી પોલીસમોરબી : મોરબી શહેરની ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા દંપતીના મોબાઈલ ફોનમાં આરટીઓ ચલણની એપ્લિકેશન ફાઇલ મોકલી સાયબર ગઠિયાઓએ દંપતીના બે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાથી રૂ.3 લાખ ઉપાડી લેતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરમાં પંચાસર રોડ પર આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા લાલજીભાઇ બાબુભાઇ સીણોજીયાના મોબાઈલ ફોનમાં કેનરા બેન્ક અને એરટેલ પેમેન્ટ બેંકના એકાઉન્ટ ધારકે આરટીઓ ચલણની એપીકે એટલેકે એપ્લિકેશન ફાઇલ મોકલી ફરિયાદીના એયું સ્મોલ બેંકના એકાઉન્ટમાંથી 2.95 લાખ તેમજ તેમના પત્નીના એકાઉન્ટમાંથી 5 હજાર રૂપિયા મળી કુલ 3 લાખ જાણ બહાર ઉપાડી લેતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.