બે મહિનામાં બે નિર્દોષ યુવાનોની હત્યા સિસ્ટમની હત્યા છે : મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ અંગે મનોજ પનારાના આકરા પ્રહારમોરબી : મોરબીમાં છાશવારે બનતી હત્યા અને મારામારીની ઘટનાઓ મામલે પાટીદાર નેતા મનોજ પનારાએ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું છે કે મોરબીમાં લુખ્ખાઓ અને ગુંડાઓનો ત્રાસ વધી રહ્યો છે. છેલ્લા 2 મહિનામાં 2 નિર્દોષ લોકોની હત્યા થઈ છે, જે માત્ર પરિવારોની જ નહીં પરંતુ સમગ્ર તંત્રની હત્યા છે.માળિયા હાઇવે પર અણિયારી ચોકડી પાસે ગૌરક્ષકો પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા મનોજ પનારાએ જણાવ્યું હતું કે 5 થી 6 લોકોએ ટોલનાકા પાસે હુમલો કર્યો હતો. આ હુમલો ફાયનાન્સના ધંધા સાથે સંકળાયેલા લોકોએ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે હોથલ ફાઇનાન્સના શિવમ નામના શખ્સનો મોરબીમાં કાળો કહેર છે. 6 મહિના પહેલા પણ ફાયરિંગનો ગુનો નોંધાયો હતો, પરંતુ પોલીસે ઢાંકપિછોડો કરીને કોઈ કડક કાર્યવાહી ન કરતા આવા તત્વોને મોકળું મેદાન મળ્યું છે. આ લોકો 10, 20, 25 કે 50 ટકાના તોતિંગ વ્યાજે રૂપિયા આપે છે અને પૈસા ન આપે તો છરી મારવાની ધમકી આપે છે. આરોપીઓ સોશિયલ મીડિયામાં ખુલ્લેઆમ પોતાના ગુનાના વીડિયો મૂકે છે અને 5 થી 7 કાળા કાચવાળી ગાડીઓના કાફલા સાથે ફરે છે, છતાં પોલીસનો કોઈ ડર નથી.ગઈકાલે થયેલા હુમલામાં અનિલ કંડિયા નામના યુવાનની હત્યા થઈ છે અને વિવેક અઘારા નામનો યુવાન ઘાયલ છે. વિસીપરામાં એક અનુ.જાતિના વ્યક્તિ પર પણ હુમલો થયો હતો અને સોની પરિવારના એક દીકરા પર પણ જીવલેણ હુમલો થયો હતો. મનોજ પનારાએ માંગ કરી છે કે અનિલ કંડિયાની હત્યામાં સંડોવાયેલા 6 આરોપીઓ સામે એફઆઈઆર થઈ છે, તેમની સામે તંત્ર દાખલારૂપ કાર્યવાહી કરે.મનોજ પનારાએ મંત્રી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે માત્ર વાતો કરવાથી અને ફાંકાફોજદારી કરવાથી કાયદો અને વ્યવસ્થા સુધરશે નહીં. મોરબીની જનતા, બેન-દીકરીઓ અને વેપારીઓ સુરક્ષિત નથી. તેમણે ધંધુકામાં કિશન ભરવાડની હત્યામાં હર્ષ સંઘવી દ્વારા 24 કલાકમાં લેવાયેલા એક્શનની યાદ અપાવીને મોરબી પોલીસ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. અંતમાં તેમણે મોરબીની જનતાને અપીલ કરી છે કે આગામી 26 તારીખે કોઈની ભ્રમિત વાતોમાં આવ્યા વિના પોતાની, બેન-દીકરીઓની અને માલ-મિલકતની સુરક્ષા માટે મતદાન કરજો.#Morbi #MorbiUpdate #MorbiNews #ManojPanara #CrimeNews #GujaratPolice #LawAndOrder #MorbiCrime #Election2026