મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન અને પ્રસાદનો લાભ લીધોમોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ આસ્થાના કેન્દ્ર સમાન એન.સી.સી વાળા મામા સાહેબના પ્રાણ પ્રતિષ્ઠા દિવસની લોકો દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે મંદિરે અનેક શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સાંજના સમયે ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં અનેક ભાવિકો જોડાયા હતા. આરતી પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને મામા સાહેબના દર્શન તથા પ્રસાદનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી.#Morbi #MorbiUpdate #MamaSaheb #PranPratishtha #Samakantha #ReligiousFestival #MorbiNews