હળવદ : હળવદ શહેરના વાણિયાવાડ વિસ્તારમાં રહેતા ફરિયાદી ચિંતન જીતેન્દ્રકુમાર રાવલ ઉ.27 ભાગીદારીમાં આરોપી ધર્મેન્દ્ર ચમનભાઈ ગોઠી રહે.સરા રોડ, આસોપાલવ સોસાયટી હળવદ વાળા સાથે જમીનનો ધંધો કરવાની સાથે જમીનની દલાલી કરતા હોય એક જમીનના સોદામાં જમીનનો દસ્તાવેજ થયા બાદ દલાલી પણ મળી ગઈ હોવા છતાં આરોપી ધર્મેન્દ્ર ગોઠીએ ફરિયાદી ચિંતન પાસે વધારાના રૂ.5 લાખની માંગણી કરી ફરિયાદી અને સાહેદને ફોન કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.