મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે નવાગામ નદીના કાંઠે દરોડો પાડતા આરોપી ઇર્ષાદ ઉર્ફે કાળો મહમદહનિફ ઉર્ફે બાબાભાઈ મિયાણા અને આરોપી આરીફ ઇસ્માઇલ મોવર રહે.બન્ને નવાગામ વાળાઓ દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે ઝડપાઇ ગયા હતા.પોલીસે આરોપીઓના કબ્જામાંથી 200 લીટર ગરમ આથો, 400 લીટર ઠંડો આથો અને 10 લીટર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂપિયા 17 હજારનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.