હળવદ : હળવદ તાલુકાના માનગઢ ગામની સીમમાંથી અંદાજે 30થી 35 વર્ષની ઉંમરના અજાણ્યા યુવકની લાશ મળી આવતા પોલીસે યુવકના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે.મૃતક યુવાન શરીરે મધ્યમ બાંધાનો હોવાનું અને કાળા કલરનો લાઇનિંગ વાળો શર્ટ તેમજ ક્રીમ કલરનું જીન્સ પહેરેલ છે.મૃતકના વાલી વારસો અંગે કોઈને જાણકારી હોય તો તપાસનીશ અધિકારી અશ્વિનભાઈ ઝાપડીયા મોબાઈલ નંબર 9904729824 અથવા હળવદ પોલીસ મથકના મોબાઈલ નંબર 6359626050 પર સંપર્ક કરવા જણાવાયું છે.