અખાત્રીજના પવિત્ર દિવસે અવની ચોકડી પાસે શરૂ થયેલી નવી બ્રાન્ચના ઉદઘાટનમાં મંત્રી, રાજકીય આગેવાનો અને ઉદ્યોગપતિઓએ ખાસ હાજરી આપી શુભેચ્છાઓ પાઠવીમોરબી : મોરબીમાં છેલ્લા દસકામાં સૌંદર્ય પ્રસાધનોના વ્યવસાયમાં ખૂબ નામના મેળવનાર એન્જલ કોસ્મેટિક્સની વધુ એક બ્રાન્ચનો ધમાકેદાર શુભારંભ કરવામાં આવ્યો છે. ગ્રાહકોની લોકલાગણીને માન આપીને અખાત્રીજના પવિત્ર દિવસે એન્જલ કોસ્મેટિક્સની 3 જી બ્રાન્ચ તુલસી શોપિંગ સેન્ટર, દુકાન નંબર 10, સંકલ્પ એપાર્ટમેન્ટ સામે, અવની ચોકડી ખાતે ખુલ્લી મુકવામાં આવી છે. આ નવી બ્રાન્ચનું વિધિવત ઉદઘાટન પરિવારની દીકરીઓ એન્જલ, આધ્યા, નિધિ, વિયોના, હીયા, પ્રાંચી, જીયા અને હીરના હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે એન્જલ કોસ્મેટિક્સની 1 લી બ્રાન્ચ પારેખ શોપિંગ, જુના બસ સ્ટેશન સામે અને 2 જી બ્રાન્ચ રવાપર રોડ પર સફળતાપૂર્વક કાર્યરત છે. હવે આ 3 જી બ્રાન્ચનું સંચાલન મોરબીના સિનિયર પત્રકાર પ્રવિણભાઇ વ્યાસના જ્યેષ્ઠ પુત્ર ધર્મેન્દ્ર વ્યાસ (જીગાભાઇ) ના પુત્ર યશ વ્યાસ તેમજ વિમલ શાહ દ્વારા કરવામાં આવશે. આ નવી બ્રાન્ચ ખાતેથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓના સૌંદર્ય પ્રસાધનો ખૂબ જ વ્યાજબી કિંમતે મળી રહેશે. અહીં ઉપલબ્ધ બ્રાન્ડ્સ અને આઈટમોમાં નીચે મુજબની પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે:● લોરીયલ, બ્રિલિયર, લીયના અને આઇકોનિક જેવી પ્રખ્યાત બ્રાન્ડ્સ● વેલા, મેટ્રિક્સ, ગોદરેજ, લેકમે અને લોટસના પ્રોડક્ટ્સ● બ્રાન્ડેડ મેકઅપ સ્પેસ્યાલીસ્ટની આઈટમો● બ્યુટી પાર્લર અને સલૂનની તમામ પ્રોડક્ટ્સ જે પ્રથમ 2 બ્રાન્ચમાં મળે છે તે અહીં પણ ઉપલબ્ધ રહેશેઆ શુભ પ્રસંગે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઇ કુંડારીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા, જિલ્લા ભાજપ પ્રભારી ગજેન્દ્ર સક્સેના, મંત્રી જીતુભાઇ પટેલ (એડવોકેટ-નોટરી) અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત સ્કાય ટચ પાર્લરના સંચાલક યતીનભાઈ ઠોરીયા, શૈલેષભાઈ ઠોરીયા, અગ્રણી ઉદ્યોગપતિ દિલુભા જાડેજા (જયદીપ ગ્રુપ ઓફ કંપનીઝ), પી. ડી. કાંજીયા (નવયુગ) સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને પત્રકાર મિત્રોએ પણ હાજરી આપી હતી. આ તમામ મહાનુભાવોએ યશ વ્યાસ અને વિમલ શાહને નવી બ્રાન્ચની સફળતા માટે ઉત્તરોત્તર પ્રગતિની શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા.#MorbiUpdate #AngelCosmetics #MorbiNews #CosmeticsShop #MorbiBusiness #NewBranch #AvaniChokdi #BeautyProducts