ટ્રક ડ્રાઇવર પીધેલો હોવાની શંકા : બેકાબુ ટ્રક ડિવાઈડર કુદાવી મકાન પાસે પહોંચ્યો, સદનસીબે રમતા બાળકોનો આબાદ બચાવ થતા મોટી જાનહાનિ ટળીમોરબી : મોરબી-કચ્છ નેશનલ હાઇવે પર માળિયા નજીક જૂના પેટ્રોલ પંપ પાછળ આવેલા વાંઢ વિસ્તારમાં અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત વિગતો અને સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, એક ટ્રક ચાલકે પીધેલી હાલતમાં સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી. બેકાબુ બનેલા આ ટ્રકે એક કારને જોરદાર ટક્કર મારી હતી અને ત્યારબાદ ડિવાઈડર ઠેકાડી દીધું હતું.ડિવાઈડર કુદાવ્યા બાદ આ ટ્રક એક રહેણાંક મકાન પાસે ધસી ગયો હતો. ઘટના સમયે આ મકાન પાસે બાળકો રમી રહ્યા હતા, પરંતુ સદનસીબે ટ્રક થોડે દૂર ઊભો રહી જતા 1 મોટી જાનહાનિ ટળી હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અકસ્માતમાં કાર ચાલકને ઈજા પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #Maliya #MorbiNews #Accident #GujaratNews #NationalHighway #HighwayAccident