ડીવાયએસપી સહિતના અધિકારીઓ જોગાનુજોગ ત્યાંથી નીકળતા તેઓએ તુરંત કાર્યવાહી હાથ ધરીટંકારા : ટંકારાના લતીપર રોડ પર ઓટાળા અને સાવડી વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પિક-અપ વ્હીકલ અને કાર ધડાકાભેર અથડાયા હતા. જેમાં 4 લોકોને ઇજાઓ પહોંચી હતી. આ દરમિયાન ઓટાળા બેઠકના પેટ્રોલિંગમાં જઈ રહેલા ડીવાયએસપી સમીર શારડા, ટંકારા પીઆઇ જે.વી. ઝાલા અને તેમના સ્ટાફના કાફલાએ આ અકસ્માત જોતા જ તાત્કાલિક પોતાનો કાફલો થંભાવી દીધો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી.અકસ્માત એટલો ગંભીર હતો કે લોકો વાહનમાં ફસાઈ ગયા હતા. પોલીસ અધિકારીઓ, સ્ટાફ અને રાહદારીઓએ જાતે જ ભારે જહેમત ઉઠાવીને વાહનના પતરા હટાવ્યા હતા અને અંદર ફસાયેલા કુલ 4 ઘાયલ લોકોને તાત્કાલિક બહાર કાઢ્યા હતા. આ તમામ ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે તે માટે તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, બચાવાયેલા 4 ઘાયલો પૈકી 2 લોકોની હાલત અત્યંત ગંભીર છે. પોલીસ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #Tankara #Accident #GujaratPolice #TankaraPolice #MorbiNews #LatipurRoad