બોરીચા મિલને 142 ગુણ મેળવી સમગ્ર જિલ્લામાં 8મો ક્રમ પ્રાપ્ત કર્યો, શાળા પરિવારે કર્યું સન્માનમોરબી : તાજેતરમાં જાહેર થયેલા NMMS પરીક્ષાના પરિણામમાં મોરબી તાલુકાની ગુલાબનગર (ગાંધીનગર) પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. જાહેર થયેલી મેરિટ યાદીમાં શાળાના વિદ્યાર્થી બોરીચા મિલન વાલજીભાઈએ 142 ગુણ મેળવીને સમગ્ર જિલ્લામાં 8મો નંબર પ્રાપ્ત કરી મેરિટ યાદીમાં ગૌરવપૂર્ણ સ્થાન મેળવ્યું છે.વિદ્યાર્થીની આ ઝળહળતી સફળતાની ખુશીમાં મિલનના માતા-પિતા દ્વારા શાળાના તમામ બાળકોને પેંડા ખવડાવીને હર્ષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગુલાબનગર શાળા પરિવાર દ્વારા પણ મિલનનું પ્રાર્થના સભામાં વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મિલન ભવિષ્યમાં પણ આ જ રીતે સખત મહેનત કરીને ખૂબ આગળ વધે અને પોતાના તમામ લક્ષ્યોને આત્મવિશ્વાસ સાથે હાંસલ કરે તેવી શુભેચ્છાઓ ગુલાબનગર શાળા પરિવાર દ્વારા પાઠવવામાં આવી છે.#Morbi #MorbiUpdate #NMMSEducation #ProudMoment #MorbiNews #StudentSuccess #GujaratEducation