હળવદ : હળવદ તાલુકાના કડીયાણા અને ચરાડવા ગામની સીમમાં વાડી ધરાવતા લાલજીભાઇ અણદાભાઈ સવસાણી ઉ.60 રહે.વિદ્યુતનગરની બાજુમાં, રવાપર રોડ મોરબી વાળાની વાડીની ઓરડીમાંથી કોઈ અજાણ્યા તસ્કરો 6મીમીનો 1600 ફૂટ કોપર વાયર કિંમત રૂ.1 લાખની ચોરી કરી જતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ચોરીના બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.