25 એપ્રિલથી શરૂ થનાર જ્ઞાનયજ્ઞમાં વ્યાસાસને શાસ્ત્રી હરિકાંતદાસજી મહારાજ બિરાજી કથાનું રસપાન કરાવશેમોરબી : આમરણ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના ઉપક્રમે વગડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આગામી તા. 25 એપ્રિલ ને શનિવારથી તા. 1 મે ને શુક્રવાર સુધી સમસ્ત સર્વ પિતૃદેવોના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં શાસ્ત્રી હરિકાંતદાસજી મહારાજ (હમીરપરવાળા) વ્યાસાસને બિરાજી કથાનું રસપાન કરાવશે. આ પ્રસંગે વિવિધ સંતો-મહંતો ખાસ હાજરી આપશે.વગડેશ્વર મહાદેવ મંદિર સમિતિના પ્રમુખ વસંતભાઈ ભાલોડીયાના જણાવ્યા મુજબ, સમસ્ત આમરણ ગામના સહયોગથી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથા શ્રવણનો સમય દરરોજ સવારે 9:30 થી 12:30 અને બપોરે 3:00 થી 5:30 કલાકનો રહેશે. કથાના પ્રથમ દિવસે સવારે ભવ્ય પોથીયાત્રા કાઢવામાં આવશે. જ્યારે તા. 28 એપ્રિલ ને મંગળવારના રોજ રામજન્મ તેમજ કૃષ્ણજન્મ પ્રસંગની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. કથા દરમિયાન દરરોજ બપોરે ભાવિકો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.આ ઉપરાંત, દરરોજ સવારે યજમાન દાતાઓ દ્વારા પિતૃપૂજનનો કાર્યક્રમ યોજાશે. કથાની પૂર્ણાહુતિ બાદ તા. 2 મે મે શનિવારના રોજ સર્વ પિતૃદેવોના મોક્ષાર્થે હવન કાર્યક્રમ પણ યોજાશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મંદિર સમિતિના પ્રમુખ વસંતભાઈ ભાલોડીયાના માર્ગદર્શન હેઠળ સમિતિના તમામ સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ધર્મપ્રેમી જનતાને બહોળી સંખ્યામાં કથા શ્રવણનો લાભ લેવા સમિતિ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #Amran #BhagwatKatha #VishvaHinduParishad #VagadeshwarMahadev #MorbiUpdate #GujaratNews