મોરબી : મોરબી ઔદ્યોગિક પેટા વિભાગના વિસ્તારમાં આવતીકાલે તારીખ 22/04/2026 ને બુધવારના રોજ મેઈન્ટેનન્સ તેમજ નવા ટીસી ઉભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીના ભાગરૂપે હરિપર જેજીવાય ફીડર સવારે 8:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.આ ફીડર હેઠળ આવતા ગામો જેવા કે જુના સાદુળકા, નવા સાદુળકા, લક્ષ્મીનગર અને ભરત નગરના તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગિક (એચ.ટી) વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવુ નાયબ ઈજનેરની યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #PGVCL #PowerCut #MorbiNews #Haripar #Sadulka #Lakshminagar #BharatNagar