પક્ષના તમામ 52 ઉમેદવારોએ પક્ષપલટો નહિ કરે, ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપશે, સદાય પ્રજાના સેવક બનીને રહેશે તેવા શપથ લીધામોરબી : મોરબી મહાનગરપાલિકાની 2026 ની પ્રથમ ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી જોરશોરથી મેદાનમાં ઉતરી છે. મોરબીના 13 વોર્ડના 52 ઉમેદવારો AAP તરફથી ચૂંટણી લડી રહ્યા છે. આ નિમિત્તે આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરિયાની આગેવાનીમાં મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો હતો. સાથે તમામ ઉમેદવારોએ શપથ પણ લીધા હતા. આપ નેતા પંકજ રાણસરિયાએ જણાવ્યું હતું કે, મોરબીની જનતાને ભાજપ સામે એક મજબૂત વિકલ્પની જરૂર છે અને મતદારોને વિશ્વાસ અપાવવા માટે AAP ના તમામ 52 ઉમેદવારોએ સોગંદનામું કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 'અમે જનતાના સેવક છીએ. ચૂંટાયા પછી કોઈ પણ ઉમેદવાર 5 વર્ષ સુધી પક્ષપલટો નહિ કરે. જો કોઈ કોન્ટ્રાકટર ભ્રષ્ટાચાર કરતો પકડાશે તો તેને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવામાં આવશે. જનતાના ટેક્સના પૈસા જનતાના વિકાસ માટે જ વપરાશે. જો કોઈ ઉમેદવાર પોતાના વચનો પૂરા નહિ કરી શકે અને પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જશે, તો તે સ્વેચ્છાએ રાજીનામું આપી દેશે.'આમ આદમી પાર્ટી મોરબી મહાનગરપાલિકા ચૂંટણી મેનિફેસ્ટો - 20261. સ્વચ્છ અને સ્વસ્થ શહેર ● દરેક વોર્ડમાં ડોર-ટુ-ડોર કચરો ઉઠાવવાની સુવિધા. ● કચરાનું સેગ્રેગેશન (ભીનો અને સૂકો કચરો અલગ) કરવાની વ્યવસ્થા. ● આધુનિક વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપના. ● ગંદકી ફેલાવનાર સામે કડક કાર્યવાહી અને દંડ ની જોગવાઈ ● ઉકરડામુક્ત માર્ગો 2. પાણી અને ડ્રેનેજ વ્યવસ્થા ● પીવાના શુદ્ધ પાણી માટે અદ્યતન ફિલ્ટર પ્લાન્ટ ● દરેક વિસ્તારમાં સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવાની સુવિધા. ● જૂની પાઇપલાઇનનું મરામત અને લીકેજ બંધ કરવું. ● વરસાદી પાણી માટે સુદ્રઢ ડ્રેનેજ સિસ્ટમ. ● પાણીની ગુણવત્તા માટે નિયમિત ચકાસણી. (વોર્ડ વાઇસ અલગ અલગ ચકાસણી સેન્ટર) 3. રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ● શહેરમાં ખાડા મુક્ત રસ્તા તથા મુખ્ય માર્ગો સિમેન્ટ રોડ બનાવવાનો નિશ્ચય ● દરેક વિસ્તારમાં સુવિધાજનક ફૂટપાથ અને સ્ટ્રીટ લાઈટ. ● રોડ અને કામોમાં પારદર્શક ટેન્ડર પ્રક્રિયા. (ભ્રષ્ટાચારી કંપનીઓ અને કોન્ટ્રાકટર ને ફરજિયાત બ્લેક લિસ્ટ કરવા) ● વરસાદી પાણી ની નિકાલ અને ભૂગર્ભની અલગ વ્યવસ્થા ● મોડર્ન ફાયર સ્ટેસન ● મોરબી માં સસ્તી અને સારી સિટી બસ સેવા ● ફરવા લાયક બગીચાઓ તથા મહિલાઓ માટે ખાસ યોગ્ય સેન્ટર ● શહેરમાં અલગ અલગ વોકર્સ ઝોન (સારી શાકમાર્કેટો + પાર્કિંગ સુવિધાઓ) ● લારી, ગલ્લા, પાથરણા વાળા વેપારીઓ માટે વ્યવસ્થા ● ઓટો રિક્ષા માટે સુવિધા વાળા સર ઓટો પોઈન્ટ ● વોર્ડ પ્રમાણે વિકાસ યોજનાનું અદ્યતન આયોજન.4. આરોગ્ય સુવિધાઓ ● દરેક વિસ્તારમાં મોહલ્લા ક્લિનિક શરૂ કરાશે. ● નાગરિકોને મફત પ્રાથમિક દવાઓ અને ટેસ્ટ. ● મહિલાઓ, બાળકો અને વૃદ્ધો માટે હેલ્થ કેમ્પ.5. શિક્ષણ અને યુવા વિકાસ ● મહાનગરપાલિકા દ્વારા શાળાઓને આધુનિક અને ગુણવત્તાસભર બનાવીશું. ● બંધ કરેલ બાલમંદિરો ફરી ચાલુ કરવા(મોડર્ન ટૂકનોલોગી યુક્ત + સ્કિલ ડેવલોપમેન્ટ) ● યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટ અને રોજગાર માર્ગદર્શન. (દર મહિને સારા વક્તાનું ફ્રી સેમિનાર) ● યુવાનો માટે સારા જીમ ની સુવિધાઓ ● રમતગમત મેદાનો અને લાઈબ્રેરી(મોડર્ન લાઈબ્રેરી વાઈફાઈ અને કમ્પ્યુટર સુવિધા સાથે) વિકાસ.6. પારદર્શક શાસન ● મહાનગરપાલિકાના ખર્ચ માટે ઓનલાઈન પારદર્શિતા સિસ્ટમ. ● વોર્ડ વાઈસ મુશ્કેલી નિવારણ સેન્ટર ● નાગરિક ફરિયાદ માટે મોબાઈલ એપ અને હેલ્પલાઈન. ● વોર્ડ લેવલ પર જનતા સાથે બેઠક. ● ભ્રષ્ટાચાર સામે શૂન્ય સહનશીલતા. 7. મહિલાઓની સુરક્ષા ● જાહેર સ્થળોએ CCTV કેમેરા વધારાશે. ● દરેક વિસ્તારમાં પૂરતી સ્ટ્રીટ લાઈટ વ્યવસ્થા. ● મહિલાઓ માટે વિશેષ ફરિયાદ સેલ. 8. વેપાર અને સ્થાનિક અર્થતંત્ર ● સ્થાનિક બજારો અને પાર્કિંગ સુવિધા વિકાસ. ● સરકારી સેવાઓને ડિજિટલ બનાવવી. ● નાના બાંધકામો ને સરળતા થી મંજૂરી ● બહુમાળી ઈમારતો માં ફાયર સેફટી ફરજિયાત ● સોસાયટી ના સાર્વજનિક પ્લોટોનું રક્ષણ અને સદઉપયોગ9. ગ્રીન સિટી ● શહેરમાં વૃક્ષારોપણ અભિયાન. ● નવા ગાર્ડન અને જાહેર ખુલ્લા સ્થળો વિકાસ. ● સરકારી ઈમારતોમાં સોલાર ઊર્જા પ્રોત્સાહન. 10. જનતા પ્રથમ નીતિ ● મહાનગરપાલિકાની સેવાઓ સમયબદ્ધ રીતે ઉપલબ્ધ. ● દર મહિને જનતા સાથે સીધી મુલાકાત કાર્યક્રમ. ● નાગરિકોની સમસ્યાઓ માટે ઝડપી ઉકેલ વ્યવસ્થા. (24 કલાક માં મુશ્કેલીઓ નું નિવારણ) ● ઘરબેઠ (જન્મ - મરણ) દાખલાની સુવિધા ● મહેકમ મુજબ કર્મચારીઓ ની ભરતી ● સફાઈ કામદારો ની નવી ભરતી#MorbiUpdate #Morbi #AAP #AamAadmiParty #MorbiMunicipalCorporation #Election2026 #PankajRansariya #AAPGujarat #MorbiElections #Manifesto