સવારે સર્જાયેલી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં : આગ ઉપર કાબુમોરબી: મોરબી નજીક પીપળી રોડ પરના બેલા -તળાવિયા રોડ પર આવેલ ઇમ્પેરિયર કારખાનામાં આજે સવારે કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટના અંગે મોરબી ફાયર કંટ્રોલ રૂમને સવારે 09:40 વાગ્યે જાણ કરવામાં આવી હતી.કોલ મળતાની સાથે જ મોરબી ફાયર વિભાગની ટીમ તુરંત જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા 01 વોટર બ્રાઉઝર અને 01 મિની ફાયર ફાઈટરની મદદથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે આશરે 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.#MorbiUpdate #MorbiNews #Morbi #FireIncident #MorbiFireBrigade #ImperialFactory #FactoryFire