શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવવામાં આવ્યાવાંકાનેર : વાંકાનેરની તાલુકા શાળા નં. 1 ખાતે આજરોજ ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે એક યાદગાર અને ભાવસભર દીક્ષાંત સમારોહ (વિદાય સમારંભ) નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શિક્ષણના અંતિમ પડાવ પર ઉભેલા વિદ્યાર્થીઓને આશીર્વાદ અને પ્રોત્સાહન આપવા માટે આ ખાસ કાર્યક્રમ યોજાયો હતો.વિદ્યાર્થીઓને જીવનના આગામી સોપાનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે શાળાના આચાર્ય સોફિયાબેન પટેલ, દીનાબેન સંઘવી, કમળાબેન મકવાણા અને ભાવિનભાઈ પટેલ દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ શાળા પરિવારના વિજયભાઈ રાઠોડ અને તમામ શિક્ષકગણ તરફથી વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે શૈક્ષણિક કીટ તથા પાઉચ આપવામાં આવ્યા હતા. આ તકે તાલુકા શાળા નં. 1 ના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રના રક્ષણ તથા પર્યાવરણના જતન અંગેના મહત્વપૂર્ણ સંકલ્પો પણ લીધા હતા.#Wankaner #TalukaShala1 #Education #Farewell #School #Students #MorbiUpdate