લલિતભાઈ કગથરા, મનોજભાઈ પનારા અને જીગ્નેશભાઈ કાલાવાડીયા ખાસ ઉપસ્થિત રહેશે: વોર્ડ નં. 12 ના પ્રશ્નોને વાચા આપતા વિનોદભાઈ વિડજાના સમર્થનમાં મીટીંગનું આયોજનમોરબી: મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12 માં વિકાસ કાર્યોને વેગ આપવા અને સામાજિક તેમજ રાજકીય પરિવર્તન લાવવાના હેતુથી એક જાહેર મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મીટીંગમાં વોર્ડના તમામ ભાઈઓ, બહેનો અને યુવા મિત્રોને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ જાહેર મીટીંગ આજે તારીખ 21/04/2026 ને મંગળવારના રોજ રાત્રે 9:00 કલાકે યોજાશે. મીટીંગનું સ્થળ મધ્યસ્થ કાર્યાલય કોંગ્રેસ પાર્ટી, પુજા કોમ્પ્લેક્સ, દેવ પાર્કની સામે, આલાપ રોડ, મોરબી રાખવામાં આવ્યું છે. આ મીટીંગમાં પાટીદાર અગ્રણી મનોજભાઈ પનારા, પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા અને આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના પ્રમુખ જીગ્નેશભાઈ કાલાવાડીયા ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ તકે કોમલબેન ભોજાણી (પટેલ) અને જગદીશભાઈ સોનગ્રા પણ ઉપસ્થિત રહેશે.આ મીટીંગમાં વોર્ડ નંબર 12 ના સ્થાનિક પ્રશ્નોને હર હમેશ વાચા આપનાર વિનોદભાઈ વિડજા વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. વિનોદભાઈ વિડજા બહોળો સામાજિક અને રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ છેલ્લા 25 વર્ષથી સમૂહ લગ્ન સમિતિના સભ્ય છે અને આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ જુના ઘાટીલા સોશિયલ ગ્રુપના પૂર્વ પ્રમુખ, જુના ઘાટીલા પટેલ સમાજ વાડીના ટ્રસ્ટી, વૃક્ષારોપણ પ્રવૃત્તિના પ્રેરક અને મોરબી જિલ્લા પાટીદાર અનામત આંદોલનનો પાયો નાખનાર તરીકેની આગવી સામાજિક ઓળખ ધરાવે છે અને વોર્ડ નં. 12 ના વિસ્તારના પ્રશ્નોને હર હમેશ વાચા આપતા રહ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Ward12 #MorbiCorporationElection #Congress #LalitKagathara #ManojPanara #VinodVidja #GujaratPoliticalNews