મોરબી : મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા હાઇવે પર નાઈટ પેટ્રોલિંગ દરમિયાન સામખિયાળી - માળિયા નેશનલ હાઇવે પર હરિપર ઓવરબ્રિજ પાસે એક ફોર વ્હીલર કારનો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી અને હાઈવે પર થતા અન્ય સંભવિત અકસ્માતોને અટકાવ્યા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર, આજ રોજ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન સામખિયાળી - માળિયા નેશનલ હાઇવે પર હરિપર ઓવરબ્રિજ પાસે એક કારનો અકસ્માત સર્જાયો હતો. આ ઘટના બનતા જ નેશનલ હાઇવેની પેટ્રોલિંગ મોબાઈલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ટ્રાફિક શાખા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને અકસ્માતગ્રસ્ત કારને રોડની સાઈડમાં લેવડાવવામાં આવી હતી, જેથી હાઇવે પર પાછળથી આવતા વાહનો સાથે અન્ય કોઈ અકસ્માત ન સર્જાય. આ અકસ્માતમાં કાર ચાલકને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળેલ છે. આ સમયસૂચકતાભરી સરાહનીય કામગીરી મોરબી ટ્રાફિક શાખાના PSI ડી.બી. ઠક્કર અને ડ્રાઈવર સંદીપભાઈ માવલા દ્વારા કરવામાં આવી હતી.#MorbiUpdate #MorbiTrafficPolice #Accident #HighwayPatrol #SamakhialiMaliyaHighway #MorbiNews #GujaratPolice #RoadSafety #Morbi