મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કાઉન્સિલરો સહિતના આગેવાનોને 6 વર્ષ માટે પક્ષમાંથી દૂર કરાયામોરબી : મોરબી જિલ્લામાં ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર કાર્યકર્તાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતેથી જાહેર કરાયેલા સત્તાવાર પત્ર મુજબ, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર કાર્યકર્તાઓને પ્રાથમિક તથા સક્રિય સદસ્યતામાંથી મુક્ત કરી 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા આ સસ્પેન્શનનો આદેશ કરવામાં આવ્યો છે.સસ્પેન્ડ કરાયેલા સભ્યોની યાદી ● રાજેશભાઈ ચિમનલાલ રામાવત (વોર્ડ નં. 1, મોરબી શહેર) - અપક્ષ● નિર્મલાબેન મોરારજીભાઈ કંઝારીયા (વોર્ડ નં. 1, મોરબી શહેર) - અપક્ષ● વનીતાબેન મુકેશભાઇ ગામી (વોર્ડ નં. 3, મોરબી શહેર) - કોંગ્રેસ● સંગીતાબા ગિરિરાજસિંહ ઝાલા (વોર્ડ નં. 5, મોરબી શહેર) - અપક્ષ● ગિરિરાજસિંહ સુખદેવસિંહ ઝાલા (મોરબી શહેર) - પૂર્વ કાઉન્સિલર મોરબી નગર પાલિકા (પત્ની અપક્ષ લડી રહેલ છે)● હરીશભાઈ મોતીભાઈ રાતડીયા (વોર્ડ નં. 5, મોરબી શહેર) - અપક્ષ● સીતાબા અનોપસિંહ જાડેજા (વોર્ડ નં. 6, મોરબી શહેર) - અપક્ષ● અનોપસિંહ સજુભા જાડેજા (મોરબી શહેર) - પૂર્વ કાઉન્સિલર મોરબી નગર પાલિકા (પત્ની અપક્ષ લડી રહેલ છે)● લલિતભાઈ જેરામભાઈ કામરીયા (વોર્ડ નં. 8, મોરબી શહેર) - પૂર્વ ન.પા. પ્રમુખ (અપક્ષ)● નરેન્દ્રભાઈ લાલજીભાઈ પરમાર (વોર્ડ નં. 9, મોરબી શહેર) - પૂર્વ ન.પા. સભ્ય (અપક્ષ)● દર્શનાબેન વિશાલભાઈ સંઘવી (વોર્ડ નં. 4, વાંકાનેર શહેર) - બસપા● જયશ્રીબેન જયસુખભાઈ સેજપાલ (વોર્ડ નં. 5, વાંકાનેર શહેર) - બસપા● મીનાક્ષીબેન કાંતિલાલ વોરા (વોર્ડ નં. 5, વાંકાનેર શહેર) - બસપા● ચંદ્રિકાબેન નથુભાઈ ભુરાભાઈ કડીવાર (ઓટાળા જી. પં., ટંકારા તાલુકા) - પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય (અપક્ષ)● નથુભાઈ ભુરાભાઈ કડીવાર (ટંકારા તાલુકા) - પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ટંકારા (પત્ની ઓટાળા જી. પં. અપક્ષ લડી રહેલ છે)● કેતનભાઈ રમેશભાઈ વિડજા (જુના ઘાંટીલા તા.પં., માળીયા તાલુકા) - પૂર્વ જીલ્લા પંચાયત ઉમેદવાર (અપક્ષ)● પ્રવિણભાઈ અરજણભાઈ અવાડીયા (ખાખરેચી જી.પં., માળીયા તાલુકા) - તાલુકા પંચાયત સદસ્ય (અપક્ષ)● કાંતિલાલ નાગજીભાઈ દેત્રોજા (વેજલપર તા.પં., માળીયા તાલુકા) - સરપંચ કુંભારીયા (પત્ની ઉર્મિલાબેન વેજલપર સીટ અપક્ષ લડી રહેલ છે)● ગોરધનભાઈ પોલાભાઈ સરવૈયા (કોઠી જી.પં., વાંકાનેર તાલુકા) - પૂર્વ ઉપપ્રમુખ જીલ્લા ભાજપ મોરબી (પત્ની કોઠી જી.પં. કોંગ્રેસ પક્ષ લડી રહેલ છે)● ભાવનાબેન ભરતભાઈ કાંકરેચા (ઢુવા જી.પં., વાંકાનેર તાલુકા) - અપક્ષ● કાળુભાઈ મેરુભાઈ કાંકરેચા (વાંકાનેર તાલુકા) - પૂર્વ પ્રદેશ કા.સદસ્ય (પુત્રવધુ અપક્ષ ચૂંટણી લડી રહેલ છે)● યુસુફભાઈ મીરાજી શેરસીયા (ચંદ્રપુર જી.પં., વાંકાનેર તાલુકા) - પૂર્વ જી.પં. સદસ્ય (અપક્ષ)● અમિતભાઇ દેવાભાઈ અવાડિયા (વોર્ડ નં.1) મોરબી શહેર (અપક્ષ)● દેવાભાઈ પરબતભાઇ અવાડિયા (વોર્ડ નં.1) મોરબી શહેર (અપક્ષ)● આશિફભાઈ રહીમભાઈ ઘાચી (વોર્ડ નં.7) મોરબી શહેર (અપક્ષ) #MorbiUpdate #MorbiNews #MorbiBJP #Morbi #Wankaner #Tankara #Maliya #BJP #GujaratPolitics