નવું સીમાંકન અને એસઆઈઆર બાદ ઘટી ગયેલા 50 હજારથી વધુ મતદારો જીત માટે નિર્ણાયક ફેક્ટર સાબિત થશેમોરબી : સીરામીક નગરી મોરબી જિલ્લામાં મહાનગર પાલિકાની પ્રથમ ચૂંટણી અને અલાયદો જિલ્લો બન્યા બાદ જિલ્લા પંચાયતની ત્રીજી ચૂંટણી આગામી તા.26 એપ્રિલે યોજવા જઈ રહી છે ત્યારે ભાજપે વિકાસના મુદ્દે રાજનીતિ કરવા સંકલ્પપત્ર જાહેર કર્યું છે ત્યારે કોંગ્રેસે ખેડૂતોને સુવિધા, ગ્રામ્ય રોડ રસ્તા, સિંચાઈ સુવિધા સહિતના મુદ્દે રાજનીતિ કરી આગામી ચૂંટણીમાં વર્ષ 2015 બાદ ફરી સતા હાંસલ કરવા 15 જેટલી બેઠકો જીતવા દાવો કર્યો છે. ભાજપે આગામી ચૂંટણીમાં 20 બેઠકો કબજે કરી સતા જાળવી રાખવાનો દાવો કર્યો છે.આગામી તા.26 એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોરબી જિલ્લામાં ચૂંટણીનો ગરમાવો બરાબરનો જોવા મળી રહ્યો છે.ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીયપક્ષના કાર્યકરો ધોમધખતા તાપમાં પ્રચાર કાર્ય કરી રહ્યા છે. ખાસ કરીને આગામી ચૂંટણીમાં SIR ને કારણે ઘટી ગયેલા 50હજારથી વધુ મતદારોની સંખ્યા મહત્વનો ભાગ ભજવે તેવા અણસાર મળી રહ્યા છે. મોરબી જિલ્લામાં હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં હેવી વીજલાઇનના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી છે અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓનો પ્રશ્ન પણ મુખ્ય છે ત્યારે મતદારો તા.26મીએ કેવો રૂખ અપનાવે છે તેના પર રાજકીય પક્સઓની મીટ મંડાયેલી છે.ખાટલા બેઠક, મહિલા મોરચા, કિશાન મોરચો પુરજોશમાં પ્રચારમાં : જિલ્લા ભાજપ પ્રમુખમોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયાએ જિલ્લા પંચાયતના ચૂંટણીજંગ અંગે જણાવ્યું હતું કે, આ વખતે તમામ બેઠકો કબ્જે કરવા ભાજપે રણનીતિ બનાવી છે. ગત ચૂંટણી કરતા પણ આ વખતે ભાજપ વધુ બેઠક મેળવશે તેમ જણાવી 20 બેઠકો કબ્જે કરવાનું ગેરંટી સાથે જણાવ્યું હતું. ચૂંટણીમાં ગ્રામ્ય મતદારોને અંકે કરવા ભાજપે ખાટલા બેઠક શરૂ કરી મહિલા મોરચો, કિશાન મોરચો અને બક્ષીપંચ મોરચા સહિતના તમામ બેઠકોમાં 200થી 250 કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચારમાં લાગ્યા હોવાનું જણાવ્યુ હતું.સાથે જ જુના જોગીઓને રિપીટ નહીં કરવાથી ભાજપને કોઈ નુકશાન નહીં થાય ઉલટું ફાયદો થશે તેમ જણાવ્યું હતું.ભાજપે પોતાને ફાયદો મળે તેવું સીમાંકન કરાવ્યું : કોંગ્રેસ પ્રમુખમોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ મોરબી જિલ્લાના કાર્યકારી કોંગ્રેસ પ્રમુખ નયન અઘારાએ જણાવ્યું હતું કે, આગામી જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવા દરેક બેઠક દીઠ 100થી 150 કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણીમાં અમારો મુખ્ય મુદ્દો એક ગામથી બીજા ગામને જોડતા પાકા રસ્તા, સિંચાઈની સુવિધા અને ખેડૂતોના મુખ્ય પ્રશ્નો ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ ગટર-સફાઈ અને પીવાના પાણીની સમસ્યા નિવારવાનો છે. સાથે જ તેઓએ આક્ષેપ કર્યો હતો કે, સતાધારી ભાજપે નવા સીમાંકનમાં પોતાને ફાયદો મળે તેવી ગોઠવણ કરી છે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસને 14થી 15 બેઠકો મળશે તેવો આશાવાદ વ્યક્ત કરી બહુમત સાથે સતાસ્થાને બેસવાનો દાવો કર્યો હતો.મોરબી જિલ્લા પંચાયતનો ઇતિહાસવર્ષ 2013મા મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર આ ત્રણેય જિલ્લાના ગામો અને તાલુકા ભળી અને મોરબી જિલ્લા પંચાયતનું સર્જન થયું છે. મોરબી જિલ્લામાં ટંકારા, માળીયા મિયાણા અને વાંકાનેરની બેઠકોને રાજકોટ જિલ્લા પંચાયતમાંથી બાદ કરી તેમજ હળવદની બેઠકોને ને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાંથી અને આમરણ બેઠકને જામનગર જિલ્લા પંચાયતમાંથી બાદ કરી જિલ્લા પંચાયતની રચના કરવામાં આવી છે.મોરબી જિલ્લા પંચાયતના અત્યાર સુધીના પ્રમુખવર્ષ 2013માં જિલ્લો અસ્તિત્વમાં આવતા વાળ દોઢ વર્ષ માટે ભાજપના ટોટલ 21 અને કોંગ્રેસના 3 સભ્યો હતા.કુલ 24 સભ્યોની જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ તરીકે કેશુભાઈ રૈયાણી હતા.ત્યાર પછી 2015માં ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના કારણે 22 સીટ કોંગ્રેસને અને 2 સીટ ભાજપને મળી હતી. જેમાં સૌ પ્રથમ મહિલા પ્રમુખ સોનલબેન જાકાસણીયા બન્યા હતા. ત્યાર પછીના અઢી વર્ષ માટે કિશોરભાઈ ચીખલીયા પ્રમુખ રહ્યા હતા.વર્ષ 2021ની ચૂંટણી બાદ અત્યાર સુધીમાં ત્રણ પાટીદાર પ્રમુખ રહ્યા બાદ ચંદુભાઈ સિહોરા પ્રમુખ બન્યા હતા ત્યાર પછીના અઢી વર્ષ માટે હંસાબેન પારેઘીને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. અત્યાર સુધી ત્રણ પાટીદાર અને એક કોળી અને એક અનુસૂચિત જાતિ સમાજના સભ્ય મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ બન્યા હતા. જિલ્લા પંચાયતની છેલ્લી ચૂંટણીમાં કુલ 24 બેઠકમાંથી 14 બેઠક ભાજપ પાસે અને 10 બેઠક કોંગ્રેસ પાસે હતી.જિલ્લા પંચાયતની નેકનામ બેઠક પ્રમુખ નક્કી કરશેમોરબી જિલ્લા પંચાયતના રોટેશન મુજબ આ વખતે પ્રમુખ માટે એસટી અનામત સીટ છે. જિલ્લામાં આ વખતે નેકનામ સીટ એસટી અનામત રાખવામાં આવી છે જેથી નવી બનેલી નેકનામ બેઠક પર જે કોઈ પક્ષ ચૂંટાશે તે પ્રમુખ બને તેમ હોય નેકનામ સીટ માટે ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો સક્ષમ ઉમેદવાર મુકશે અને તેને જીતાડવા એડીચોટીનું જોર લગાવશે.સીમાંકન બાદ મોરબી જિલ્લા પંચાયતની સીટોમાં થયેલ ફેરફારનવા સીમાંકન બાદ વાંકાનેર તાલુકાની રાજાવડલા, રાતીદેવડી અને મોરબીની મહેન્દ્રનગર, શકત શનાળા, રવાપરા તેમજ ત્રાજપર અને ટંકારા બેઠક રદ કરી નાખવામાં આવી છે. જયારે મોરબીની ખાનપર, જાંબુડિયા વાંકાનેરની કોઠી, લુણસર, પંચાસીયા, ટંકારાની નેકનામ અને માળીયાની સરવડ નવી બેઠક જાહેર કરવામાં આવી છે. આમ મોરબી તાલુકાની 7 સીટ માંથી 6 કરી નાંખવામાં આવી છે અને વાંકાનેર તાલુકાની 6 બેઠકમાંથી 7 બેઠક કરવામાં આવી છે.જો કે, સીટની સંખ્યા 24 યથાવત રાખવામાં આવી છે.મોરબી જિલ્લા પંચાયતમાં SIR અને નવા સીમાંકન બાદ 57,335 મતદાર ઘટી ગયામોરબી જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ કુલ 24 બેઠકોમાં વર્ષ 2021ની તુલનાએ વર્ષ 2026માં SIR પ્રક્રિયા હાથ ધરવામાં આવતા અને મોરબી આસપાસના 12 ગામો મહાનગરપાલિકામાં ભળી જતા 57,335 મતદારોનો ઘટાડો થયો છે. વર્ષ 2021માં મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકમાં કુલ 2,81,3,42 પુરુષ મતદાર અને 2,60,244 સ્ત્રી મતદાર મળી કુલ 5,41,566 મતદાર હતા. જેની સામે સ્પેશિયલ ઈન્સેન્ટિવ રીવીઝન અને સીમાંકન બાદ જિલ્લા પંચાયતના મતક્ષેત્રમાં વર્ષ 2026માં 2,51,203 પુરુષ અને 2,33027 સ્ત્રી મતદાર મળી કુલ...