રાજ્ય અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાંચમા ગુરુવારે યોજાશે: સવારે 8 થી 11 વાગ્યા સુધી લોકોની રજૂઆતો સ્વીકારવામાં આવશેમોરબી: નાગરિકો અને પ્રજાજનોની રજૂઆતો તેમજ સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટે દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતો સ્વાગત કાર્યક્રમ આગામી 23 એપ્રિલ 2026 ના રોજ યોજાશે નહીં.રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી જાહેર થતા હાલ આદર્શ આચારસંહિતા અમલમાં છે. આ આદર્શ આચારસંહિતાને અનુલક્ષીને રાજ્ય અને જિલ્લા કક્ષાનો 23 એપ્રિલના રોજ યોજાનારો સ્વાગત કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે.આ કાર્યક્રમની તારીખોમાં ફેરફાર કરતા, હવે એપ્રિલ 2026 નો રાજ્ય અને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ ચોથા ગુરુવારને બદલે પાંચમા ગુરુવાર એટલે કે 30 એપ્રિલ 2026 ના રોજ યોજવામાં આવશે. આ સાથે તંત્ર દ્વારા જણાવાયું છે કે, 30 એપ્રિલના રોજ સવારે 8 થી 11 વાગ્યા સુધી લોકોની રજૂઆતો અને સમસ્યાઓ સ્વીકારવામાં આવશે.#MorbiUpdate #MorbiNews #SwagatKaryakram #GujaratGovernment #GrievanceRedressal #LocalBodyElection2026 #CodeOfConduct