મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે EVM ચેકિંગ અને ઉમેદવારોની યાદી લગાવવાની કામગીરી હાથ ધરાઈમોરબી : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ચૂંટણી તંત્ર દ્વારા પણ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે તંત્ર દ્વારા EVM મશીનની કામગીરી શરૂ કરવામાં આવી છે. મોરબીમાં ચૂંટણી માટેનું રિસીવિંગ અને ડિસ્પેચ સેન્ટર ઘૂંટુ ખાતે આવેલી પોલીટેકનિક કોલેજ એટલે કે એલ.ઈ. કોલેજ ખાતે રાખવામાં આવ્યું છે. અહીં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતની મોરબીમાં આવતી બેઠકો અને મોરબી તાલુકા પંચાયતની ચૂંટણી માટેના EVM તેમજ સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે ઉમેદવારોની હાજરીમાં EVM પ્રિપેરેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત EVM મશીન ચેક કરવા અને તેમાં ઉમેદવારોની યાદી લગાડવા સહિતની જરૂરી પ્રક્રિયાઓ કરવામાં આવી હતી.#MorbiUpdate #Morbi #EVMPreparation #MorbiNews #Election2026 #MorbiElections