સંકલ્પ પત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ, ટ્રાફિક નિવારણ સહિતની સુવિધાઓ ઉપર વિશેષ ધ્યાન આપવાનો વાયદોમોરબી : મોરબી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી 2026 ના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાનું સંકલ્પ પત્ર (મેનિફેસ્ટો) જાહેર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત @2047' ના સ્વપ્નને સાકાર કરવા મોરબીને ગુજરાતના નકશા પર એક આધુનિક, સ્વચ્છ અને આત્મનિર્ભર મહાનગર તરીકે પ્રસ્થાપિત કરવાનો લક્ષ્યાંક આ સંકલ્પ પત્રમાં રજૂ કરવામાં આવ્યો છે. 'ઉદ્યોગ ક્ષેત્રે હરણફાળ, પ્રગતિશીલ અને સૌરાષ્ટ્રનું પેરીસ એટલે મયુરનગરી-મોરબી' ના નારા સાથે ભાજપે શહેરના વિકાસ માટે વિવિધ મુદ્દાઓ અને યોજનાઓ આવરી લીધી છે.માળખાકીય સુવિધાઓ : નવતર અને ભવ્ય મોરબી● રોડ નેટવર્ક : મોરબી શહેર મોરબી મહાનગરપાલિકાના તમામ વોર્ડોમાં આવેલ રોડનું રીસરફેસિંગ કરવું.● નવા વિસ્તારો : મહાનગરપાલિકામાં ભળેલા નવા વિસ્તારોમાં પ્રાથમિકતાના ધોરણે પાકા સી.સી. રોડ, ડામર રોડ અને ડ્રેનેજનું નેટવર્ક સ્થાપવું.● બાયપાસ અને સર્કલ : મોરબી શહેર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા નવા બાયપાસ રોડ તથા મચ્છુ નદી પર બ્રિજનું નિર્માણ અને મુખ્ય જંક્શનો પર કલાત્મક ટ્રાફિક સર્કલ નું નિર્માણ તથા હેવી ટ્રાફિક વાળા સર્કલ ઉપર ફ્લાય ઓવરનું નિર્માણ.● મચ્છુ નદી પર રીવરફ્રન્ટ અને મચ્છુ-શુદ્ધિકરણ અને બોટિંગ કરવું.● નગરદરવાજા થી દરબારગઢ તથા શક્તિ ચોક થી રાણીબાગ સુધી હેરીટેજ વોક-વે.● કેનાલ પેરેલલ નવા રોડનું નિર્માણ મોરબી શહેરના જુદા જુદા મુખ્ય રસ્તા પર ફૂટપાથ બનાવવી.● મોરબી શહેરના મુખ્ય માર્ગને મહાનગરપાલિકા હસ્તક લઈને આઈકોનિક રોડ તરીકે વિકસાવવો.સુનિયોજિત શહેર વિકાસ : નવી ટાઉન પ્લાનીંગ(TP) સ્કીમ :● ઝડપી અમલીકરણ : મહાનગરપાલિકામાં ભળેલા નવા વિસ્તારો અને હાઈવેની આસપાસના વિસ્તારોમાં નવી TP સ્કીમનું આયોજન અને અમલીકરણ કરવું, જેથી ગેરકાયદેસર બાંધકામો અટકે અને સુનિયોજિત વિકાસ થાય.● રોડ નેટવર્ક : TP સ્કીમ અંતર્ગત પહોળા આંતરિક રસ્તાઓનું જાળ બિછાવવું, જેથી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય.● જાહેર સુવિધાઓ માટે અનામત પ્લોટ : TP સ્કીમમાં બગીચાઓ, શાળાઓ, દવાખાના અને સામાજિક મેળાવડા માટેના પ્લોટ અનામત રાખી જાહેર સુવિધાઓનો વિકાસ કરવો.● ગ્રીન બેલ્ટ : શહેરની આસપાસ પર્યાવરણની જાળવણી માટે TP સ્કીમમાં સ્પેશિયલ 'ગ્રીન બેલ્ટ' અને વૃક્ષારોપણ માટેની જગ્યાઓનું આયોજન.સુદ્રઢ પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થાનું આયોજન● વોટર ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક અપગ્રેડ કરી દરેક ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવું.● પાણીના વિતરણ માટે સ્કાડા (SCADA) સિસ્ટમ અમલી બનાવી પાણીનો બગાડ અટકાવવો.● ગટર લાઈનનું આધુનિકરણ અને નવા વિસ્તારોમાં અન્ડરગ્રાઉન્ડ ગટર લાઈનનું વિસ્તરણ.સ્વચ્છતા અને પર્યાવરણ● ઘન કચરા વ્યવસ્થાપન : 'ડોર ટુ ડોર' ગાર્બેજ કલેક્શનને વધુ કાર્યક્ષમ બનાવી કચરાના નિકાલ માટે આધુનિક 'વેસ્ટ ટુ એનર્જી' અથવા 'કોમ્પોસ્ટ પ્લાન્ટ' નું સુચારુ વ્યવસ્થાપન તથા નવા STP નું નિર્માણ.● પ્લાસ્ટિક મોરબી : સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ અને પ્લાસ્ટિક કલેક્શન માટે 'રીસાયક્લીંગ પ્લાન્ટ'ની સ્થાપના કરી પર્યાવરણનું જતન કરવું.● સ્વચ્છ શહેર : યાંત્રિક સાધનો દ્વારા સફાઈ કરવા રોડ સ્વીપર કાર્યરત કરવામાં આવશે.મનોરંજન અને રમતગમત : યુવા અને સ્વસ્થ મોરબી● ગ્રીન મોરબી : દરેક વોર્ડમાં આધુનિક બગીચાઓ, સિનિયર સીટીઝન પાર્ક અને બાળકો માટે પ્લે એરિયાનું નિર્માણ.● તળાવ બ્યુટીફીકેશન : શહેરના ઐતિહાસિક તળાવોનું રીનોવેશન કરી ત્યાં વોકિંગ ટ્રેક, લાઈટિંગ અને બોટિંગ જેવી સુવિધા વિકસાવવી.શહેરી પરિવહન : ગતિશીલ મોરબી● સિટી બસ સેવાનું વિસ્તરણ : પર્યાવરણને અનુકૂળ એવી વધુ નવી ઈલેક્ટ્રિક અને CNG સિટી બસો શરૂ કરવી.● લાસ્ટ માઈલ કનેક્ટિવિટી : નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારો અને છેવાડાના સોસાયટી વિસ્તારોને મુખ્ય શહેર સાથે જોડતી બસ સેવાઓ શરૂ કરવી.● બસ સ્ટેન્ડ : મુસાફરોની સુવિધા માટે સ્માર્ટ બસ સ્ટોપ અને રીયલ-ટાઈમ ટ્રેકિંગ સિસ્ટમ.ગ્રીન એનર્જી અને પર્યાવરણ જાળવણી● સોલાર સીટી અભિયાન : મહાનગરપાલિકાની તમામ સરકારી ઈમારતો, વોટર પમ્પિંગ સ્ટેશન અને સ્ટ્રીટ લાઈટ્સને સોલાર એનર્જી પર ટ્રાન્સફર કરવી, જેથી વીજળીના ખર્ચમાં બચત થાય.● અર્બન ફોરેસ્ટ : શહેરમાં ઉપલબ્ધ ખુલ્લી જગ્યાઓ પર 'મીયાવાકી' પદ્ધતિથી જંગલો (Micro Forests) ઉભા કરવા જેથી શહેરનું તાપમાન જળવાઈ રહે. (દા.ત. 'નમો વન' પાંજરાપોળ)જનભાગીદારી અને ફરિયાદ નિવારણ● લોક દરબાર : દર મહિને મેયર અને કમિશનર દ્વારા સીધો લોક સંવાદ કાર્યક્રમ યોજીને લોકોની પાયાની મુશ્કેલીઓનો સ્થળ પર જ નિકાલ કરવો.● સિનિયર સીટીઝન કાઉન્સિલ : વડીલોના અનુભવનો લાભ શહેરના વિકાસમાં લેવા માટે દરેક વોર્ડમાં વડીલોની સમિતિ બનાવી તેમના સુચનોને અમલી બનાવવા.ફાયર સેફટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ(આધુનિકરણ)● હાઈરાઈઝ બિલ્ડીંગ માટે વ્યવસ્થા : શહેરમાં વધતી જતી ઊંચી ઈમારતોને ધ્યાને રાખી અત્યાધુનિક હાઈડ્રોલીક (Fire Snorkel) ની ખરીદી તથા ફાયર સેવાનું વાયરલેસ સેટઅપ અને 112 સાથે જોડાણ.● વોર્ડ લેવલ સેન્ટર : શહેરના ગીચ વિસ્તારોમાં આગની ઘટના સમયે ઝડપી પહોંચી શકાય તે માટે નાના ફાયર ફાયર સ્ટેશનો અથવા ફાયર પોસ્ટની સ્થાપના.રખડતા પશુઓ અને શ્વાન નિયંત્રણ● ડોગ શેલ્ટર : બીમાર કે હિંસક શ્વાનો માટે શહેરની બહાર અલગ શેલ્ટર હોમની વ્યવસ્થા.● ખસીકરણ અભિયાન : શહેરમાં રખડતા શ્વાનોની વધતી સંખ્યાને નિયંત્રિત કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખસીકરણ (ABC - Animal Birth Control)ભૂગર્ભ જળ રિચાર્જિંગ (Water Harvesting)● રેઈન વોટર હાર્વેસ્ટિંગ : મહાનગરપાલિકાની તમામ ઈમારતો અને નવી બનતી સોસાયટીઓમાં ફરજિયાત રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લાગુ કરવી, જેથી ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવે.વ્યવસ્થિત બજાર અને રોજગાર : આત્મનિર્ભર મોરબી● હોકર્સ અને ફૂડઝ ઝોન : 'સ્ટ્રીટ વેન્ડર્સ અને પાથરણા વાળા ભાઈ—બહેનો માટે વ્યવસ્થિત હોકર્સ ઝોન અને ખાણી પીણી માટે સ્માર્ટ ફૂડ ઝોનનું નિર્માણ.● મોડર્ન માર્કેટ : શાકભાજી વિક્રેતા માટે પ્લેટફોર્મ, શેડ અને શૌચાલયની સુવિધા ધરાવતી આધુનિક વેજીટેબલ...