અમરેલી રોડ શ્રદ્ધાપાર્ક પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા શખ્સની પૂછપરછમાં વાહન ચોરીનો પર્દાફાશમોરબી : મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી.સરવૈયાના સુપરવિઝનમાં વીસીપરા પોલીસ ચોકી સ્ટાફ તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન અમરેલી રોડ પર શ્રદ્ધાપાર્ક પાસે એક શંકાસ્પદ ઈસમ હીરો કંપનીના સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે જોવા મળ્યો હતો. આ બાઇકમાં નંબર પ્લેટ ન હતી અને શખ્સ પાસે વાહનના કોઈ આધાર પુરાવા કે કાગળો ન હોવાથી પોલીસે તેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી હતી. આ પૂછપરછમાં તેણે આ બાઇક મોરબી વીસીપરા રોહિદાસપરા ગુજરાત સોસાયટી સામેથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી.આ મામલે પોલીસે આરોપી દિલીપભાઈ ઉર્ફે ઈમરાન રાજેશભાઈ જાની (રહે. મોરબી 2, વીસીપરા રોહિદાસપરાની બાજુમાં ખાડા વિસ્તાર) ની અટકાયત કરી છે. તેમજ તેની પાસેથી રૂપિયા 15000 ની કિંમતનું ચોરાઉ હીરો સ્પ્લેન્ડર બાઈક (રજી.નં. GJ-03-EJ-3559, એન્જીન નં. HA10EFBHM29242 તથા ચેસીસ નં. MBLHA10EZCHB55456) કબ્જે કર્યું છે. પોલીસે આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 0755/2026 બી.એન.એસ. કલમ 303(2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiPolice #CrimeNews #BikeTheft #GujaratPolice #MorbiCityBDivision