બેંગ્લોર આશ્રમથી ભાનુ દીદીનું વિશેષ ઓનલાઇન સેશન યોજાશે: શારીરિક અને માનસિક વિકાસ માટે અત્યારથી જ રજિસ્ટ્રેશન કરાવોમોરબી : આર્ટ ઓફ લિવિંગ મોરબી પરિવાર દ્વારા ઉનાળુ વેકેશન નિમિત્તે મોરબીમાં બાળકો, તરુણો અને યુવાનો માટે 2 વિશેષ પ્રોગ્રામનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અત્યારની ભાગદોડ ભરી જિંદગીમાં આ બંને પ્રોગ્રામ રવિશંકરજીની માનવ સમાજને મોટી ભેટ છે. આ બંને પ્રોગ્રામમાં ભાગ લેવા માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.પ્રોગ્રામ 1: ઇનટ્યુશન પ્રોસેસ (Intuition Process)આ પ્રોગ્રામ ઇન્ટરનેશનલ સિનિયર ટીચર માલાબેન પંજાબી દ્વારા લેવામાં આવશે. આ પ્રોસેસથી બાળકો બંધ આંખોએ ઘણું બધું અશક્ય કાર્ય કરી શકે છે અને ભવિષ્યની ઘટનાઓનો ખ્યાલ મેળવી શકે છે. આ શિબિરથી યાદશક્તિ અને આત્મવિશ્વાસમાં વધારો, સિક્સ સેન્સ સક્રિય થવી, ફોટોગ્રાફી મેમરી વધવી અને યોગ્ય સમયે યોગ્ય વિચાર આવવા જેવા અનેક ફાયદા થાય છે.બાળકો માટે (ઉંમર 8 થી 13 વર્ષ) ઓફલાઈન પ્રોગ્રામ 21 થી 24 મે 2026 સવારે 9 થી 11 અને સાંજે 5 થી 8 તથા 24 તારીખે સમય સવારે 9 થી 1નો રહેશે. ઓનલાઈન પ્રોગ્રામ: 25 થી 30 મે 2026 6 દિવસ ઓનલાઈન રહેશે.તરુણો માટે (ઉંમર 13 થી 18 વર્ષ) ઓફલાઈન પ્રોગ્રામ 21 થી 24 મે 2026 સવારે 11:30 થી 1:30 અને સાંજે 5 થી 8 તથા 24 તારીખે સમય સવારે 9 થી 1 રહેશે. ઓનલાઈન પ્રોગ્રામ 25 થી 30 મે 2026 6 દિવસ ઓનલાઈન રહેશે. રજિસ્ટ્રેશન માટે યોગેશભાઈ હિરાણી: 99093 00135, જલ્પાબેન હિરાણી: 97262 25544, અંજલિબેન રાવલ: 94094 24001 નો સંપર્ક કરવા જણાવ્યું છે.પ્રોગ્રામ 2: સહજ સમાધિ ધ્યાન યોગ આ પ્રોગ્રામ 16 વર્ષથી ઉપરની ઉંમરના લોકો માટે છે, જે ઇન્ટરનેશનલ સિનિયર ટીચર દીપકભાઈ પંજાબી દ્વારા લેવામાં આવશે. આ પ્રોગ્રામમાંથી દરેકને એક પર્સનલ બીજ મંત્ર મળે છે, જેનાથી સરળતાથી ધ્યાન લાગે છે અને સર્વાંગી વિકાસ થાય છે. આ પ્રોગ્રામમાં વિશેષ રૂપે બેંગ્લોર આશ્રમથી ભાનુ દીદી ઓનલાઇન સેશન લેવાના છે, જેનો મોરબીની જનતાને અદભુત લાભ મળશે. આ કાર્યક્રમ તારીખ 22 થી 24 મે 2026 સવારે 6:30 થી 8:30 અને સાંજે 6 થી 8 સુઘી યોજાશે. 24 તારીખે સવારે બંને પ્રોગ્રામનો સમય સાથે રહેશે. આ બન્ને કાર્યક્ર્મ હેપ્પીનેસ હોલ, ભવાની સોડા ઉપર, કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે યોજાશે. આ કાર્યક્રમ માટે વધુ માહિતી તથા રજીસ્ટ્રેશન માટે અશ્વિનભાઈ કાસુન્દ્રા: 99792 72946, નીરવભાઈ હાલાણી: 99040 34002, વિપુલભાઈ પડસુંબીયા: 99257 42086નો સંપર્ક કરવા જણાવ્યું છે.#Morbi #MorbiUpdate #ArtOfLiving #SummerCamp #IntuitionProcess #SahajSamadhi #Meditation #MorbiNews #YouthEmpowerment #Yoga