પીક અવર્સમાં ટ્રાફિક જામ સર્જાતા ટ્રાફિક પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યોમોરબી : મોરબીમાં સામાકાંઠેથી શહેર તરફ આવવાના માર્ગ મયુર પુલ ઉપર સાંજના અરસામાં એક અકસ્માત સર્જાયો હતો. પુલ પરથી પસાર થતી એક ઈકો ગાડીના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે પુલ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતમાં 2 ગાડીઓમાં નુકસાન થયું છે, પરંતુ સદનસીબે કોઈને પણ ઈજા પહોંચી નથી. મોડી સાંજે સિરામિક એકમોમાંથી લોકો છૂટીને ઘરે જતા હોવાથી, પીક અવર્સના સમયે જ ઘટના બનતા પુલ પર ટ્રાફિક જામ થયો હતો. અકસ્માત અને ટ્રાફિક જામની જાણ થતાં જ ટ્રાફિક પોલીસના પીએસઆઈ ડીબી ઠક્કર સહિતનો સ્ટાફ તાત્કાલિક પુલ પર પહોંચી ગયો હતો. પોલીસે ક્રેન બોલાવીને અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી દૂર કરવાની અને ટ્રાફિક વ્યવહાર ક્લિયર કરવાની કામગીરી હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Accident #MayurPul #TrafficJam #GujaratNews