મોરબી : જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 20/04/2026 ને સોમવારના રોજ કેટલાક વિસ્તારોમાં વીજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે.જેથી 66 KV રંગપર સબ સ્ટેશનમાંથી નીકળતા 11 કેવી યુરો ind, લેક્ટોન ind, ફીનોલાઈટ ind અને 66 kv પાવડિયારી સબ સ્ટેશન માંથી નીકળતા રોકલેન્ડ ind ફીડર સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી મેન્ટેનન્સ કામગીરી માટે બંધ રહેશે.આ ફીડરમાં આવતા તમામ વાણિજ્ય, તેમજ ઔદ્યોગિક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.