મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રવાપરની શિવશક્તિ સોસાયટી પાસેથી આરોપી વિપુલ નરસંગભાઈ બાલાસરા ઉ.30 રહે.શિવશક્તિ સોસાયટી વાળાને મોબાઈલ ફોન પર આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 1200 તેમજ 5 હજારની કિંમતનો મોબાઈલ ફોન મળી રૂ.6200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આરોપી વિપુલ ફોન પર જુગાર રમી મોબાઈલ નંબર 8780215416 વાળા સાથે જુગારની કપાત કરાવતો હોય પોલીસે મોબાઈલ નંબરના આધારે બન્ને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.