હિમાચલ પ્રદેશના 7500 ફૂટની ઊંચાઈએ આવેલા ચેઈલ ગ્રાઉન્ડ ખાતે શાનદાર પ્રદર્શન કરી મોરબીની એકેડમીએ ઈતિહાસ રચ્યોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના રમતગમત જગત માટે અત્યંત ગૌરવની વાત છે કે ધ રોર ક્રિકેટ ક્લબ મોરબીની ટીમે હિમાચલ પ્રદેશમાં 7500 ફૂટની ઉંચાઈએ આવેલા વિશ્વના સૌથી ઊંચા ક્રિકેટ ગ્રાઉન્ડ ચેઈલ ખાતે રમાયેલી રોમાંચક શ્રેણીમાં અદ્દભૂત પ્રદર્શન કરીને શાનદાર વિજય સાથે શ્રેણી જીતી લીધી છે. ધ રોર ક્રિકેટ ક્લબ દ્વારા ખેલાડીઓને અપાતી ઉત્કૃષ્ટ તાલીમ અને માર્ગદર્શનનું આ શ્રેષ્ઠ પરિણામ છે. આ સિદ્ધિ માત્ર મોરબી જ નહીં પરંતુ આખા રાજ્ય માટે મોટી છે, કારણ કે સમગ્ર ગુજરાતમાંથી ધ રોર ક્રિકેટ ક્લબની આ પહેલી ટીમ છે જેમણે આ ઐતિહાસિક મેદાન પર 2 વખત રમીને નવો ઈતિહાસ રચ્યો છે. ફાઈનલ મેચમાં એકેડમીના ખેલાડીઓએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. અંશ ભાકરે શાનદાર બેટિંગ કરીને 72 રન બનાવ્યા હતા, જેના માટે તેને મેન ઓફ ધ મેચનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે યશરાજ સિંહે પોતાની ધુઆધાર બોલિંગ વડે હેટ્રિક લઈને જીતનો પાયો મજબૂત કર્યો હતો. વિજય બાદ યોજાયેલા ભવ્ય એવોર્ડ વિતરણ સમારોહમાં ભારતીય સેનાના મેજર અને રાષ્ટ્રીય મિલિટરી સ્કૂલ ચેઈલના એડમિન ઓફિસર કપિલ, દિલ્હી વર્ડ ફાઉન્ડેશનના ડાયરેક્ટર જયંત જયાલ વોટર અને ધ રોર ક્રિકેટ ક્લબના કોચ ડો. અલી ખાન ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.ધ રોર ક્રિકેટ ક્લબ મોરબી યુવા ખેલાડીઓના ટેલેન્ટને નિખારીને તેમને રાષ્ટ્રીય કક્ષાના પ્લેટફોર્મ પર રમવા માટે સક્ષમ બનાવી રહી છે. મોરબીની આ ટીમને વિશ્વના સૌથી ઊંચા ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમવાનું અને જીતવાનું જે સન્માન મળ્યું છે, તે એકેડમીની ઉચ્ચ કક્ષાની ટ્રેનિંગ અને પ્રોફેશનલ અભિગમ દર્શાવે છે.#Morbi #TheRoarCricketClub #Cricket #ChailCricketGround #MorbiUpdate #SportsNews #CricketAcademy #HimachalPradesh #MorbiNews