વિવિધ વિસ્તારોમાં લોકસંપર્ક કરાયો: વોર્ડમાં વિકાસકામોના આયોજન અંગે લોકોને અવગત કરીને કાયમ પ્રજાના પ્રશ્ને હાજર રહેવાનો વિશ્વાસ અપાયોમોરબી : મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રચાર કાર્ય વેગવંતુ બન્યું છે. ત્યારે વોર્ડ નંબર 9 ના ભાજપના ઉમેદવારો દ્વારા બહોળી સંખ્યામાં કાર્યકરો સાથે વિસ્તારમાં સઘન જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે. આ પ્રચાર અભિયાન જલારામ સોસાયટીમાંથી શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પંચવટી, દર્પણ-1, રામ વિજય નગર, વિજય નગર, નીલકંઠ, સુભાષ નગર અને ગણેશનગર સુધી પ્રચાર કરીને લોકોને આગામી આયોજનો અંગે વાકેફ કરવામાં આવ્યા હતા. આ સાથે ઉમેદવારો પ્રજાના પ્રશ્ને કાયમ હાજર રહેશે તેવો વિશ્વાસ આપવામાં આવ્યો હતો.વોર્ડ નંબર 9 ના ભાજપના મજબૂત ઉમેદવારો● નવનીતભાઈ ભુદરભાઈ કુંડારીયા● નૂતનબેન હરસુખભાઈ વિડજા● ભગવતીબેન મહેશભાઈ (મુકેશભાઈ) કુંડારીયાજનસંપર્ક દરમિયાન વોર્ડ નંબર 9 ના રહીશોમાં ભાજપના ઉમેદવારો પ્રત્યે આકર્ષણ જોવા મળી રહ્યું છે અને લોકો દ્વારા તેઓને સમર્થન પણ આપવામાં આવી રહ્યું છે. આ ઉમેદવારોની પ્રજાભિમુખ છબી અને કોઈપણ સમયે લોકોની મદદ માટે તૈયાર રહેવાની તેમની કાર્યશૈલીને કારણે સ્થાનિક મતદારોમાં સુરક્ષા અને એક અનેરો વિશ્વાસની લાગણી જન્મી હોવાનું આગેવાનો જણાવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiMunicipalCorporation #WardNumber9 #BJP #Election2026 #JanSampark #MorbiNews