ચાર શખ્સો કારખાનાનો ગેઇટ ઠેકી અંદર પ્રવેશ કરતા અટકાવનાર સિક્યુરિટી ગાર્ડને પતરાના ઘા ઝીકાયામોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ સેનેટરી ફેકટરીમા ગેઇટ થેકીને ગેરકાયદેસર પ્રવેશ કરનાર ચાર શખ્સોને સિક્યુરિટી ગાર્ડે ફેકટરીમાં પ્રવેશ કરતા અટકાવતા ચારેય આરોપીઓએ લાપી ભરવાના પતરા વડે જીવલેણ હુમલો ખૂની હુમલાની ઘટના અંગે ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ શ્રીહોલો સેનેટરીવેર્સ ફેકટરીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ફરિયાદી અરવિંદભાઈ નરભેરામભાઈ રામાવત ઉ.45 નામના યુવકે આરોપી માનવ કાથરાણી, નવાજ કટિયા, શેરમામદ કટિયા અને આરોપી ફૈઝાન મોવર રહે.તમામ વીસીપરા, મોરબી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓ ગત તા.17ના રોજ બપોરના સમયે ફેકટરી ખાતે આવ્યા હતા અને ગેઇટ ઠેકી કારખાનામાં પ્રવેશ કરતા તેમને અટકાવતા આરોપીઓએ લાપી ભરવાના પતરા વડે પેટમાં ઘા ઝીકી ખૂની હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે પોલીસે ચારેય આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.