અમદાવાદના વેપારીએ સિરામિક ટાઇલ્સની ખરીદી પેટે આપેલ 2,10,000 નો ચેક પરત ફરતા કોર્ટે 4,20,000 નો દંડ અને 9 ટકા વ્યાજ ચૂકવવા આદેશ કર્યો મોરબી : મોરબીની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક રિટર્ન કેસમાં દાખલો બેસાડતો ચુકાદો આપતા આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે કેસની બાકી નીકળતી રકમ રૂ. 2,10,000 ની બમણી રકમ એટલે કે રૂ. 4,20,000 નો દંડ ચૂકવવાનો કડક હુકમ કર્યો છે.વેપારીએ સિરામિક ટાઇલ્સની ખરીદી કરી હતીઆ કેસની વિગત મુજબ, લાલપર ગામ ખાતે આવેલી પ્લેટિના વીટ્રીફાઇડ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર હિતેશભાઈ લાલજીભાઈ સરડવા પાસેથી અમદાવાદના ડેઝીનોર સિરામિક્સના પ્રોપરાઇટર કૃષ્ણપ્રસાદ પી. ઠાકરે સિરામિક ટાઇલ્સની ખરીદી કરી હતી. આ માલની બાકી રહેતી લેણી રકમ ચૂકવવા માટે આરોપીએ ચેક આપ્યો હતો. જોકે, તે ચેક પરત ફરતા (બાઉન્સ થતા) ફરિયાદી હિતેશભાઈ દ્વારા આરોપી સામે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ મોરબીની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં વર્ષ 2023 માં ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો.દંડ ન ભરે તો વધુ 90 દિવસની સજાઆ કેસની ટ્રાયલ ચાલી જતા અને ફરિયાદીની ઉલટ તપાસ તેમજ ફરિયાદીના વકીલની દલીલોને ધ્યાનમાં રાખીને મોરબીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આરોપી કૃષ્ણપ્રસાદ પી. ઠાકરને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત, લેણી રકમ રૂ. 2,10,000 ની બમણી રકમ એટલે કે રૂ. 4,20,000 નો દંડ ફટકાર્યો છે. કોર્ટે પોતાના હુકમમાં જણાવ્યું છે કે દંડની રકમમાંથી ફરિયાદની તારીખથી ચૂકવણીની તારીખ સુધીનું વાર્ષિક 9% વ્યાજ પણ ચૂકવવાનું રહેશે. જો આરોપી દંડ ભરવામાં કસૂર કરે તો તેને વધુ 90 દિવસની સાદી કેદની સજા ભોગવવી પડશે. આ સમગ્ર કેસમાં ફરિયાદી પક્ષ તરફથી એડવોકેટ કેતનકુમાર કે. નાયક અને નલીનકુમાર ટી. અઘારા રોકાયેલ હતા.#Morbi #MorbiNews #MorbiUpdate #CheckReturnCase #MorbiCourt #CeramicIndustry #Justice #GujaratNews