ઋષભનગર 3 ચબૂતરો, ગરબી ચોક ખાતે યોજાનાર સભામાં ચારેય ઉમેદવારો ઉપસ્થિત રહેશે, જનતાને પધારવા ભાજપ પરિવારનું આમંત્રણમોરબી : મોરબીમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે મતદાતાઓનો વિશ્વાસ જીતવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે મોરબીના વોર્ડ નંબર 5 ની જાહેર જનતા માટે 'વિજય વિશ્વાસ સંમેલન' અંતર્ગત એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ પરિવાર દ્વારા વોર્ડ નંબર 5ના તમામ નાગરિકોને આ સભામાં બહોળી સંખ્યામાં હાજરી આપવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ ભવ્ય જાહેર સભા આજે 19 એપ્રિલ 2026, રવિવારના રોજ સાંજે 7.00 વાગ્યે ઋષભનગર 3 નો ચબૂતરો, ગરબી ચોક, મોરબી - 2 ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 5 ના ભાજપના ઉમેદવારો ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા (ક્રમાંક - 7), મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ (ક્રમાંક - 9), માનુબેન રમેશભાઈ સિયાર (ક્રમાંક - 10) અને મેઘરાજસિંહ મહીપતસિંહ ઝાલા (શક્તિ મેડીકલ ગ્રુપ) (ક્રમાંક - 11) વિશેષ ઉપસ્થિત રહેશે અને લોકો સાથે સીધો સંવાદ કરશે. વધુમાં, આ જાહેર સભા પૂર્ણ થયા બાદ તમામ ઉપસ્થિત નગરજનો માટે અલ્પાહારની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #BJP #WardNo5 #Election2026 #VijayVishwasSammelan #MorbiCity