8 થી 16 વર્ષના બાળકો માટે 'યોગા લેવલ - 1' શિબિરનું આયોજનમોરબી : મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા બાળકો માટે ખાસ 'યોગા લેવલ - 1' શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં બાળકોને યોગ, ધ્યાન અને અધ્યાત્મના માર્ગે વાળવા માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે.આ શિબિર લેવા માટે આર્ટ ઓફ લિવિંગના ઇન્ટરનેશનલ ફેકલ્ટી અને યોગ ટીચર શૈલેષજી રાઠોડ ખાસ મોરબી આવી રહ્યા છે. રવિશંકરજીની પ્રેરણાથી ચાલતા આ અભિયાન અંતર્ગત યોજાનાર આ શિબિરમાં 8 થી 16 વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે.આ શિબિર આગામી તારીખ 5 મે 2026 થી 8 મે 2026 સુધી સાંજે 6:15 થી 7:45 કલાક દરમિયાન રામેશ્વર ફાર્મ, રવાપર રોડ, મોરબી ખાતે યોજાશે. આયોજકો દ્વારા મોરબીની તમામ સોસાયટીના રહીશોને અને વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના બાળકોને આ શિબિરમાં મોકલે જેથી બાળકોને કંઈક નવું શીખવા મળે અને તેઓ શારીરિક તેમજ માનસિક રીતે મજબૂત બને.શિબિરમાં જોડાવા માંગતા બાળકોના વાલીઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન લિંક https://aolt.in/941763 દ્વારા નામ નોંધાવી શકે છે. વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર 98253 22852, 99094 49999, 98790 41801, 97148 77798, 99784 11177, 97123 33331, 95122 22322, 94082 52151 પર સંપર્ક કરવા જણાવ્યું છે. #Morbi #MorbiUpdate #ArtOfLiving #YogaForKids #Meditation #MorbiEvents #KidsYogaCamp #