નવલખી રોડ પર બહુચર પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દીકરીઓને 100થી વધુ કરિયાવરની વસ્તુઓ ભેટમાં અપાઈમોરબી : મોરબીના નવલખી રોડ ઉપર આવેલા બહુચર પાર્ટી પ્લોટ ખાતે ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ મોરબી અને પ્રજાપતિ યુવા સંગઠન મોરબી દ્વારા 9મા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 9મા સમૂહલગ્નમાં 8 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ અને મોરબી જિલ્લા સહિતની જુદી જુદી જગ્યાએથી મળેલા દાતાઓના સહયોગથી આ સમૂહલગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવદંપતીઓને આશીર્વાદ આપવાની સાથે દીકરીઓને 100થી વધારે કરિયાવરની વસ્તુઓ આપવામાં આવી હતી. જેમાં ફ્રીજ તેમજ સોના-ચાંદીના દાગીના સહિતની 100થી વધુ ભેટો આપીને દીકરીઓને રાજીખુશીથી વિદાય આપવામાં આવી હતી.આ સમૂહલગ્નના રૂડા અવસરને સફળ બનાવવા માટે અમિતભાઈ મચ્છોયા, ભરતભાઈ જાદવ, પરેશભાઈ મંડલી, જયદીપ મચ્છોયા સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.#Morbi #MorbiUpdate #PrajapatiSamaj #SamuhLagna #MassMarriage #MorbiNews #GujaratNews