પાટીદાર નેતા મનોજભાઈ પનારા, લલીતભાઈ કગથરા, અને નયનભાઈ અધારાની વિશેષ ઉપસ્થિતિમાં ઉમિયા સર્કલ ખાતે કાર્યક્રમ : પ્રચંડ જનસમર્થન સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા ઉમેદવારોમોરબી : મોરબી મહાનગરપાલિકા ફતેહ કરવા કોંગ્રેસ સજ્જ છે. ત્યારે વોર્ડ નંબર 9માં કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રચારને વધુ વેગવંતો બનાવવા અને સઘન લોકસંપર્ક અર્થે મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકા વોર્ડ નંબર 9 ના તમામ મતદાર ભાઈઓ, બહેનો તેમજ મોરબીની જાહેર જનતાને ઉદ્ઘાટન સમારંભમાં પધારવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ કાર્યલય ઉદ્ઘાટન સમારોહ આજે તા.18 એપ્રિલને શનિવારના રોજ રાત્રે 9:00 કલાકે ઉમિયા સર્કલ, મોરબી ખાતે યોજાશે. મુખ્ય મહેમાન તરીકે પાટીદાર નેતા મનોજભાઈ પનારા, કોંગ્રેસના અગ્રણી નેતાઓ લલીતભાઈ કગથરા અને નયનભાઈ અધારા ખાસ ઉપસ્થિત રહેશે. 'પ્રગતિશીલ મોરબી, જનતાનો સાથ, વિકાસનો હાથ' ના નારા સાથે કોંગ્રેસ પાર્ટી મેદાનમાં ઉતરી છે અને વોર્ડના સર્વાંગી વિકાસ માટે પોતાની કટિબદ્ધતા દર્શાવી રહી છે. કાર્યાલયના પ્રારંભથી વિસ્તારના લોકો સાથે સીધો સંપર્ક સાધવો વધુ સરળ બનશે.વોર્ડ નંબર 9 ના કોંગ્રેસના લોકપ્રિય ઉમેદવારો જયેશ કાલરિયા, જોશના ઝાલરીયા, મહિપત પરમાર અને શીતલ પનારાને સ્થાનિક લોકોનો અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રચાર દરમિયાન જનતા દ્વારા મળી રહેલા પ્રચંડ જનસમર્થન અને બહોળા આવકારથી ઉમેદવારોનો વિજય વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે.વોર્ડના પ્રાથમિક પ્રશ્નોને વાચા આપવા અને વિકાસના કામોને ત્વરિત ગતિએ આગળ વધારવાના સંકલ્પ સાથે આ ઉમેદવારો મતદારોના આશીર્વાદ મેળવી રહ્યા છે. આ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે સૌને ઉપસ્થિત રહેવા અને બદલાવ લાવવાની પહેલમાં જોડાવા કોંગ્રેસ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. ******************************#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #MorbiElection #WardNo9 #CongressParty #GujaratPolitics #MorbiNews #ElectionCampaign