હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં પંકજભાઈ પટેલની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની સીમાબેન પ્રતાપસિંગ ચૌહાણ ઉ.17 નામની સગીરા રાત્રે મોડે સુધી મોબાઈલ જોતી હોવાથી ગત તા.5 એપ્રિલના રોજ સગીરાના ભાઈએ ઠપકો આપતા મનોમન લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી.બાદમાં સગીરાને પ્રથમ હળવદ બાદ વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તા.10ના રોજ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.