ચારેય ઉમેદવારો જવાબદારી પૂર્વક પોતાનું કામ કરશે તેવા વિશ્વાસ સાથે જીતની આશા વ્યક્ત કરતા જિલ્લા ભાજપ પ્રમુખમોરબી: મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 5 ની જનતા માટે સો-ઓરડી ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન અને વિશાળ જાહેર સભાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરો તથા જનતાને સંબોધન કર્યું હતું.આ જાહેર સભામાં જયંતીભાઈ રાજકોટિયાએ વોર્ડ નંબર 5 ના ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે વિશેષ વક્તવ્ય આપ્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં સ્પષ્ટ કર્યું હતું કે, ભાજપના જે વિશ્વાસુ ઉમેદવારો છે તેમને જીતાડવા એટલે તેમને કોઈ છૂટ મળતી નથી. પરંતુ જનતાની સેવા કરવાની એક મોટી જવાબદારી મળે છે. તમારા વિસ્તારના જે કંઈ પણ પ્રશ્નો હશે તેનું સમાધાન તમારા વોર્ડ મેમ્બર દ્વારા જ થઈ જશે તેવી ખાતરી તેમણે આપી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ વિસ્તારમાં ચારેકોર માત્ર કમળ જ દેખાઈ રહ્યું છે, અને ઉપસ્થિત જનમેદનીને ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા હાકલ કરી હતી.કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી નિર્મલભાઈ જારીયા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કાજલબેન ચંડીભમર સહિતના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ તમામ આગેવાનોએ ઉમેદવારો એવા ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા (ક્રમાંક 7), મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ (ક્રમાંક 9), માનુબેન રમેશભાઈ સિયાર (ક્રમાંક 10), મેઘરાજસિંહ મહીપતસિંહ ઝાલા (ક્રમાંક 11)ના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે વોર્ડ નં.5ની જનતાને કમળના નિશાન પર મત આપી વિકાસને નવી ઉંચાઈએ લઈ જવા હાંકલ કરી હતી. #Morbi #MorbiUpdate #Ward5 #BJP #MorbiNews #Election2026 #PublicMeeting #GujaratPolitics #MorbiBJP