મંત્રી, સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના અનેક દિગ્ગજોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે જાહેર સભામોરબી : મોરબીમાં આગામી સ્થાનિક ચૂંટણીના જંગમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચંડ પ્રચાર અને સંગઠન શક્તિનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વોર્ડ નંબર 5 ની જાગૃત જનતા માટે સો-ઓરડી ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન અને વિશાળ જાહેર સભાનું આયોજન આજે તા.18ને શનિવારે સાંજે 7 વાગ્યે સો-ઓરડીમાં લીમડા વાળા ચોકમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રદેશ અને જિલ્લા કક્ષાના અનેક દિગ્ગજ નેતાઓ એક જ મંચ પર ઉપસ્થિત રહી કાર્યકરો અને જનતાને સંબોધન કરશેવોર્ડ નં.5 ના ભાજપના ઉમેદવારો:વોર્ડ નંબર 5 ના વિકાસના રથને આગળ ધપાવવા માટે ભાજપ દ્વારા કર્મઠ અને સેવાભાવી ઉમેદવારોની પેનલ મેદાને ઉતારવામાં આવી છે.● ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા (ક્રમાંક 7)● મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ (ક્રમાંક 9)● માનુબેન રમેશભાઈ સિયાર (ક્રમાંક 10)● મેઘરાજસિંહ મહીપતસિંહ ઝાલા (ક્રમાંક 11)આ ચારેય ઉમેદવારોની નિષ્ઠા અને જનસંપર્ક એટલો પ્રબળ છે કે વોર્ડમાં ભાજપનો વિજય નિશ્ચિત જણાઈ રહ્યો છે. જાહેર સભા બાદ ઉપસ્થિત તમામ નાગરિકો માટે અલ્પાહારની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. વોર્ડ નંબર 5ની જનતાને આ ભવ્ય કાર્યક્રમમાં પધારવા ભાજપ પરિવાર દ્વારા હાર્દિક આમંત્રણ અપાયું છે.આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, કચ્છ લોકસભા સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબી જિલ્લા ભાજપ પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, પ્રદેશ ભાજપ સહ કોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી જીલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, સહકારી આગેવાન મગનભાઈ વડાવીયા, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા, મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી નિર્મલભાઈ જારીયા, તપનભાઈ દવે અને ચતુરભાઈ મકવાણા, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કાજલબેન ચંડીભમર, મોરબી જીલ્લા કિસાન મોરચા પ્રમુખ ગણપતસિંહ ઝાલા, ગુજરાત સરકાર પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સબારિયા, મોરબી ચૂંટણી સમિતિ સંયોજક નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી શહેર ભાજપા પૂર્વ પ્રમુખ લાખાભાઈ જારીયા, ભાજપ આગેવાન પ્રદીપભાઈ વાળા, મોરબી જિલ્લા રાજપૂત સમાજ પ્રમુખ દશરથસિંહ ઝાલા, તથા પ્રજાપતિ સમાજ મોરબી પ્રમુખ ગોકળભાઈ અણદાભાઈ ભોરણીયા ઉપસ્થિત રહેશે.સાથે જ મોરબી જીલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી જે પી જેસવાણી, કે.એસ. અમૃતિયા, જેઠાભાઈ મિયાત્રા અને જયુભા જાડેજા, પૂર્વ ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, ભાજપ આગેવાન પ્રજ્ઞેશભાઈ વાઘેલા, સમૂહલગ્ન સમિતિ (ભરવાડ સમાજ) પ્રમુખ રૈયાભાઈ મુંધવા, જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા, વોર્ડ નં. 5 પૂર્વ કાઉન્સિલર સુરેશ સિરોયા, ભાજપ અગ્રણી જયવંતસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભાજપ મંત્રી દેવિકાબેન ભંખોડિયા, ભડિયાદ પૂર્વ સરપંચ જયંતીભાઈ પટેલ, વોર્ડ નં. 5 પૂર્વ કાઉન્સિલર ગૌતમભાઈ સોલંકી અને મનસુખભાઈ બરાસરા, બ્રહ્મ સમાજ યુવા આગેવાન મેહુલ દીપકભાઈ જોશી, ક્ષત્રિય સમાજ આગેવાન રાજવીરસિંહ સરવૈયા, વોર્ડ 5 પૂર્વ કાઉન્સિલર હીનાબા કે જાડેજા, મોરબી શહેર ભાજપ કોષાધ્યક્ષ હર્ષદભાઈ વામજા, બ્રહ્મસમાજ યુવા અગ્રણી મુકેશભાઈ (ભૂદેવ) જાની અને ભાજપ અગ્રણી બળવંતભાઈ સનારીયા સહિતના આગેવાનો પણ હાજરી આપશે.#Morbi #MorbiUpdate #Ward5 #BJP #MorbiNews #Election2026 #PublicMeeting #KantiAmrutia #Development #GujaratPolitics #MorbiBJP