અત્યાર સુધીમાં 100 જેટલા ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું , રૂમ નં. 145 માં જરૂરી આધાર-પુરાવા સાથે ચકાસણી કરાવી શકાશેમોરબી : રાજ્યમાં ધોરણ 1 થી 5 માટે ખાલી પડેલી 11,000 જેટલી વિદ્યાસહાયકની જગ્યાઓ પર ભરતી કરવા માટે સમગ્ર રાજ્યમાં ઓનલાઈન ફોર્મ ભરવાની અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ આ માટેની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે.મળતી માહિતી મુજબ, મોરબીમાં ગત તારીખ 15 થી ફોર્મ ભરવાની અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે આગામી 24 એપ્રિલ સુધી ચાલશે. અત્યાર સુધીમાં અંદાજિત 100 જેટલા ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું છે અને હજુ પણ 24 તારીખ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેવાની હોવાથી વધુ ઉમેદવારો નોંધાય તેવી શક્યતા છે.જે કોઈ ઉમેદવારોએ વિદ્યાસહાયકની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરેલ હોય, તેવા ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન (દસ્તાવેજોની ચકાસણી) માટે મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે જવાનું રહેશે. ઉમેદવારો પૂરતા ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને જરૂરી નકલો સાથે મોરબી જિલ્લા પંચાયતના પ્રથમ માળે આવેલ રૂમ નં. 145 માં જઈને પોતાનું વેરિફિકેશન કરાવી શકશે.#Morbi #MorbiUpdate #MorbiNews #Vidyasahayak #VidyasahayakBharti #GujaratEducation #MorbiDistrictPanchayat #EmploymentNews