કલેક્ટરના માધ્યમથી રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન અપાયું: કડક કાર્યવાહી નહિ થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારાયમોરબી: વિશ્વ હિન્દુ પરિષદના યુવા આયામ બજરંગ દળ મોરબી જિલ્લા દ્વારા તારીખ 17 એપ્રિલ 2026, શુક્રવારના રોજ જેહાદી માનસિકતા ધરાવતા લોકો અને પ્રતિષ્ઠિત સંસ્થાનમાં ઉચ્ચ પદ ઉપર કામ કરતા લોકો દ્વારા લવ જિહાદના માધ્યમથી હિંદુ દીકરીઓના ધર્મ પરિવર્તન અને લેન્ડ જિહાદના માધ્યમથી અવૈધ કબજાના ચાલતા સુનિયોજિત ષડયંત્રના વિરોધમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.દેશભરમાં ચાલી રહેલા આ ષડયંત્ર વિરુદ્ધ બપોરે 2:00 વાગ્યે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરના માધ્યમથી રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે 6:30 વાગ્યે નગરદરવાજા ચોક, મોરબી ખાતે જેહાદી માનસિકતાનું પૂતળાદહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સૌરાષ્ટ્ર પ્રાંત, સુરેન્દ્રનગર વિભાગ, મોરબી જિલ્લા અને મોરબી પ્રખંડ, હળવદ પ્રખંડના જવાબદાર કાર્યકર્તાઓ, માતૃશક્તિ અને દુર્ગાવાહિનીના કાર્યકર્તાઓ તથા હિંદુ સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.બજરંગ દળ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે કે આ ષડયંત્રો વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવે અને દેશભરમાં ચાલતા આવા ષડયંત્રો બંધ કરવામાં આવે. જો યોગ્ય કાર્યવાહી નહિ થાય તો આગામી સમયમાં બજરંગ દળ દ્વારા વધુ ઉગ્ર વિરોધ પ્રદર્શન અને જરૂર પડ્યે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #BajrangDal #VHP #Protest #Memorandum #GujaratNews