લેખક : ખ્યાતિબેન જ્યારે સૂર્ય નારાયણ પોતાના ઉચ્ચના ઘર એટલે કે મેષ રાશિમાં હોય અને ચંદ્રદેવ પણ પોતાની ઉચ્ચ રાશિ વૃષભમાં બિરાજમાન હોય, ત્યારે બ્રહ્માંડમાં એક દૈવી સંયોગ રચાય છે – અને તે છે 'અક્ષય તૃતીયા'.'અક્ષય' એટલે જેનો ક્યારેય ક્ષય નથી થતો, જે ક્યારેય ઘટતું નથી. શાસ્ત્રો કહે છે કે આ દિવસે કરેલું દાન, જપ અને પુણ્ય વ્યાજ સાથે અનંત ગણું થઈને પાછું મળે છે. શાસ્ત્રોક્ત કથા: મહારાજા રંતિદેવ અને જળનું મહાદાન મહારાજા રંતિદેવની એક અત્યંત હૃદયસ્પર્શી કથા છે. રાજા રંતિદેવ ખૂબ જ પરમાર્થી હતા. એકવાર સતત ૪૮ દિવસના ઉપવાસ પછી જ્યારે તેઓ ભોજન અને જળ ગ્રહણ કરવાના હતા, ત્યારે એક પછી એક યાચક તેમની પાસે આવ્યા. રાજાએ પોતાનું બધું જ ભોજન દાન કરી દીધું. અંતે જ્યારે તેઓ પાણી પીવા જઈ રહ્યા હતા, ત્યારે એક તરસ્યો ચાંડાલ ત્યાં આવ્યો.પોતે તરસથી વ્યાકુળ હોવા છતાં, મહારાજાએ એ જળનું પાત્ર પેલા તરસ્યા વ્યક્તિને આપી દીધું અને કહ્યું: 'મને અષ્ટ સિદ્ધિઓ કે મોક્ષ નથી જોઈતો, મારે તો માત્ર પ્રાણીઓના દુઃખ દૂર કરવા છે.' કહેવાય છે કે આ નિઃસ્વાર્થ જળદાનથી દેવતાઓ પણ નતમસ્તક થઈ ગયા હતા. વૈશાખની આ કાળઝાળ ગરમીમાં કોઈ તરસ્યાને પાણી પીવડાવવું એ સાક્ષાત નારાયણની સેવા છે. એક ક્ષણ વિચારજો...જરા કલ્પના કરો, આ વૈશાખ મહિનાના બળબળતા તાપમાં જ્યારે આપણું ગળું સુકાય છે, ત્યારે આપણને એક ગ્લાસ પાણી માટે કેટલી તડપ હોય છે? તો એ પશુ-પંખીઓ અને એ ગરીબ વટેમાર્ગુઓની શું હાલત હશે જેમના માટે પાણી શોધવું એ એક સંઘર્ષ છે? તમારું એક ટીપું પાણી કોઈનો જીવ બચાવી શકે છે અને કોઈના આત્માને ઠંડક આપી શકે છે. શાસ્ત્રો કહે છે કે જ્યારે તમે કોઈની તરસ છિપાવો છો, ત્યારે તમારા પિતૃઓના આત્મા તૃપ્ત થાય છે અને તેમના આશીર્વાદ તમારા જીવનના તમામ અવરોધોને દૂર કરી દે છે.જ્યોતિષીય વિજ્ઞાન: શા માટે અક્ષય તૃતીયા જ?જ્યોતિષીય દૃષ્ટિકોણથી જોઈએ તો, આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંને પોતાની પૂર્ણ શક્તિમાં હોય છે. ૧૯ એપ્રિલ ૨૦૨૬ના રોજ ગ્રહોની સ્થિતિ એવી છે કે જો તમે આ દિવસે 'ઉદકુંભ દાન' (પાણીથી ભરેલા ઘડાનું દાન) કરો છો, તો કુંડળીના પિતૃદોષ અને ગ્રહદોષો શાંત થાય છે.આ વર્ષે શું કરવું?પક્ષીઓ માટે અગાશીમાં ચણ અને પાણીના કુંડાની વ્યવસ્થા કરો.કોઈ ગરીબને માટીનો ઘડો (માટલું) દાનમાં આપો.રસ્તા પર તરસ્યા લોકો માટે ઠંડા જળની પરબ શરૂ કરાવો.યાદ રાખજો, જે બીજાના હોઠ પર સ્મિત અને તરસ્યાના કુંભમાં પાણી ભરે છે, વિધાતા તેના જીવનમાં ક્યારેય ખુશીઓની કમી રહેવા દેતા નથી.તમારા જીવનની મૂંઝવણો અને ગ્રહોના પ્રભાવને સમજવા માટે...દરેક વ્યક્તિની કુંડળી તેના ભાગ્યનો અરીસો હોય છે. જો તમે પણ તમારા જીવનના સાચા માર્ગને શોધવા માંગતા હોવ અથવા ગ્રહોની સ્થિતિ મુજબ યોગ્ય માર્ગદર્શન મેળવવા ઈચ્છતા હોવ, તો વ્યક્તિગત પરામર્શ (Personal Consultation) માટે follow kri જોડાઈ શકો છો. સાચું માર્ગદર્શન એ જ સુખી જીવનની ચાવી છે.Link : www.instagram.com/khyatihiranandani_108?igsh=MWNvOXQ3NzRiNzc2Mw==- ખ્યાતિ(એસ્ટ્રોલોજી અને ટેરોટ નિષ્ણાંત)