મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના સો ઓરડી વિસ્તારમાં વરિયા મંદિર વાળી શેરીમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી કલ્પેશ દિનેશભાઇ મજેઠીયા રહે.સો ઓરડી વાળાને રોકડા રૂપિયા 1000 તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.