8 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે: દાતાઓના સહયોગથી કરિયાવર ભેટ અપાશેમોરબી : મોરબીની ધરત પર શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ-મોરબી અને પ્રજાપતિ યુવા સંગઠન મોરબી દ્વારા આગામી અખાત્રીજના પાવન પર્વે નવમા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મંગલ પ્રસંગે 8 જેટલા નવદંપતીઓ જીવનની નવી સફરની શરૂઆત કરશે.લગ્નોત્સવની વિગતો અને સમયપત્રકઆગામી વિક્રમ સંવત 2082 ના વૈશાખ સુદ-3, અખાત્રીજ ને રવિવાર, તારીખ 19-04-2026 ના રોજ નવલખી રોડ પર આવેલા બહુચર પાર્ટી પ્લોટ ખાતે આ લગ્નોત્સવ યોજાશે. કાર્યક્રમની રૂપરેખા નીચે મુજબ રહેશે:• ગણેશ સ્થાપના: બપોરે 3-00 કલાકે• જાન આગમન: બપોરે 4-00 કલાકે• સન્માન સમારોહ: સાંજે 5-00 કલાકે• હસ્ત મેળાપ: સાંજે 6-30 કલાકે• ભોજન પ્રસાદ: સાંજે 7-00 કલાકે• જાન વિદાય : રાતે, 9-00 કલાકેતેમજ બપોરે 04 થી રાતના 10:00 વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પનું પણ ઉત્તમ આયોજન કરાયું છે. સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિઆ શુભ અવસરે સતાધારના વિજયદાસબાપુ, કબીરધામના મહામંડલેશ્વર શિવરામદાસજી સાહેબ, શક્તિધામ હળવદના દલસુખરામ બાપુ અને ખોખરા હનુમાનના પૂ.માઁ કનકેશ્વરીદેવીજી સહિતના સંતો ઉપસ્થિત રહી નવદંપતિઓને આશીર્વચન પાઠવશે.દાતાઓનો ઉદાર સહયોગસમૂહ લગ્નમાં જોડાનાર દરેક કન્યાને કરિયાવર રૂપે અનેક વસ્તુઓ ભેટ આપવામાં આવશે, જેમાં સંપૂર્ણ જમણવાર, ફ્રીજ (210 લીટર), કબાટ, બોક્સ સેટી પલંગ, ગાદલા-ઓશીકા, સોનાના દાણા, ચાંદીના કંદોરા અને સાંકળા જેવી અનેક વસ્તુઓ સહિત દાતાઓ તરફથી ઉદાર હાથે રોકડ દાન પણ આપવામાં આવ્યું છે. મુખ્ય મહેમાનોઆ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ કલેકટર, કમિશનર સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. પ્રજાપતિ યુવા સંગઠન-મોરબીના અમિત મચ્છોયા, ભરત જાદવ અને તેમની ટીમ આ આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહી છે.#Morbi #PrajapatiSamaj #SamuhLagn #MorbiUpdates #SocialService #GujaratNews #