મોરબી : મોરબીમાં વડીલો માટે એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે. વૃદ્ધાવસ્થામાં સ્વસ્થ અને આનંદમય જીવન કેવી રીતે જીવવું તે અંગે માર્ગદર્શન આપવા માટે એક વિશેષ 'Geriatric Awareness Seminar' યોજાવા જઈ રહ્યો છે. આ સેમિનારનો મુખ્ય વિષય 'Retirement પછી જીવનના પૈડાઓને કરો Re-Tier' રાખવામાં આવ્યો છે.આ સેમિનારમાં સત્યમ હોસ્પિટલના વૃદ્ધરોગ નિષ્ણાંત ડો. પુનિત પડસુંબિયા (M.B., DGM) અને ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર મોરબીના પ્રમુખ ડો. જી. પી. ભાલોડીયા (M.S.) દ્વારા વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. અહીં ઉપસ્થિત લોકોને ઘડપણમાં થતા સામાન્ય રોગો અને તેના નિવારણ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. 'Don’t Retire… Re-Tier & Change the Tier of Life' ના મંત્ર સાથે આ કાર્યક્રમ વડીલોના જીવનમાં નવો ઉત્સાહ ભરશે.સેમિનારમાં ભાગ લેનાર તમામ લોકો માટે કાર્યક્રમ પહેલા ફ્રી હેલ્થ ચેકઅપની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે:● બ્લડ સુગર● હિમોગ્લોબીન● બ્લડ પ્રેશર (BP)સેમિનારની અન્ય વિગતો નીચે મુજબ છે:● તારીખ: 19/04/2026 (રવિવાર)● સમય: સવારે 9:00 થી 12:00● સ્થળ: લેક્ચર હૉલ, સંસ્કાર બ્લડ બેંક, મોરબી● રજીસ્ટ્રેશન ફી: રૂ. 50/-#MorbiUpdate #Morbi #GeriatricSeminar #SeniorCitizens #HealthCamp #MorbiNews #HealthAwareness #MedicalCampMorbi