યશવીરે અંગ્રેજીમાં 93, ગણિતમાં 92 અને સામાજિક વિજ્ઞાનમાં 91 ગુણ સાથે 88.02 ટકા મેળવ્યામોરબી : તાજેતરમાં સીબીએસઈ (CBSE) દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબીમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા ખીમજીભાઈ ભોચિયાના પુત્ર યશવીરે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. યશવીરે બોર્ડની પરીક્ષામાં 88.02 ટકા મેળવીને પોતાના પરિવાર તેમજ સમગ્ર પોલીસ બેડાનું નામ રોશન કર્યું છે.રવાપર સ્થિત ન્યૂ એરા પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતા યશવીર ભોચિયાએ અંગ્રેજી વિષયમાં 93 ગુણ, મેથ્સ (ગણિત) માં 92 ગુણ, સામાજિક વિજ્ઞાન (SS) માં 91 ગુણ અને વિજ્ઞાનમાં 89 ગુણ મેળવીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ સિદ્ધિ બદલ પરિવારજનો, સગા-સ્નેહીઓ, શાળાના શિક્ષકો અને પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા યશવીરને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે અઢળક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.#Morbi #MorbiUpdate #CBSEResult2026 #Class10Result #ProudMoment #MorbiPolice #EducationNews #SuccessStory